સ્મિથને તપાસનારા ડૉક્ટરોના સપોર્ટમાં આવ્યું ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ

20 August, 2019 12:45 PM IST  |  મેલબર્ન

સ્મિથને તપાસનારા ડૉક્ટરોના સપોર્ટમાં આવ્યું ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ

સ્ટીવ સ્મિથ

ઍશિઝની બીજી ટેસ્ટ મૅચમાં સ્ટીવ સ્મિથ ઇન્જર્ડ થવા છતાં ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરોએ તેને રમવા દીધો હતો અને તેમના સપોર્ટમાં ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ આવ્યું છે. ડૉક્ટર તેમ જ કોચના કહેવા છતાં સ્મિથે રમતા રહેવાનો નિર્ણય લીધો હતો. સ્મિથ એ દિવસે રમ્યો હતો, પરંતુ બીજા દિવસે વધુ ટેસ્ટ કર્યાં બાદ તે નહોતો રમ્યો. એક પ્રેસ-કૉન્ફરન્સમાં વાત કરતાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના અધિકારીએ જણાવ્યું કે ‘ડૉક્ટર રિચર્ડ શૉએ સ્મિથની જે ટ્રીટમેન્ટ કરી એનાથી અમે સંતુષ્ટ છીએ. અમારા ડૉક્ટર પોતાની ફીલ્ડમાં નિષ્ણાત છે. તેઓ નાનામાં નાની ઇન્જરીને પણ‍ પકડી પાડવામાં સક્ષમ છે. તેમણે જે કર્યું એ પ્રોટોકોલ પ્રમાણે જ કર્યું છે.’

આઇસીસી રૅન્કિંગમાં બહુ જલદી કોહલીને પાછળ મૂકશે સ્મિથ

ઑસ્ટ્રેલિયન સ્ટાર પ્લેયર સ્ટીવ સ્મિથના ઍશિઝ સિરીઝમાં શાનદાર પર્ફોર્મન્સને કારણે આઇસીસીની રૅન્કિંગમાં તે હવે બીજા નંબરે પહોંચી ગયો છે. એક વર્ષ બૅન રહ્યા બાદ પણ તે આ સ્થાને જલદી પહોંચી શક્યો એ ગજબની વાત છે. અત્યાર સુધી ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસન બીજા નંબરે હતો પણ ઍશિઝમાં બે સેન્ચુરી ફટકારીને તે આ રૅન્કિંગમાં આગ‍ળ વધ્યો છે.

આ પણ વાંચો : શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે : રવિ શાસ્ત્રી

પહેલા ક્રમાંકે ૯૨૨ રેટિંગ સાથે વિરાટ કોહલી જળવાયેલો છે જ્યારે સ્મિથ ૯૧૩ રેટિંગ સાથે બીજા નંબરે પહોંચ્યો છે. કેન વિલિયમસન, ચેતેશ્વર પુજારા અને હેનરી નિકોલસન અનુક્રમે ૮૮૭, ૮૮૧ અને ૭૭૦ રૅન્કિંગ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમાંકે જળવાયેલા છે.

steve smith australia cricket news sports news