ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનાં સ્પિનર કેશવનો બેટિંગનો રેકોર્ડ

21 January, 2020 03:42 PM IST  |  Mumbai Desk

ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનાં સ્પિનર કેશવનો બેટિંગનો રેકોર્ડ

પોર્ટ એલિઝાબેથઃ દક્ષિણ આફ્રિકા સ્પિનર કેશવ મહારાજ આમ તો વિકેટ લેવા માટે પૉપ્યુલર છે પણ 29 વર્ષિય કેશવે સમોવારે બેટિંગને મામલે ઇંગ્લેન્ડ સ્કિપર જો રુટનાં ભુકા ઉડાડી દીધાં એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેણે એક ઓવરમાં 28 રન ફટકારીને પોતે કાબેલ બેટ્સમેન છે એ પણ સાબિત કરી દીધું. ત્રીજી ટેસ્ટમાં કેશવ મહારાજે આ ફટકાબાજી કરી.

દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં 82મી ઓવર નખાવાની શરૂ થઇ અને કેશવે એક પછી એક ત્રણ બાઉન્ડ્રી ફટકારી અને પછી પાર્કમાં બે બૉલ્સ ફટકાર્યા. છેલ્લો બોલમાં ચાર બાય્ઝ થઇ અને રુટની ઓવરનું પરિણામ 28 રન આવ્યું. મેચના લોન્ગેસ્ટ ફોર્મેટમાં એક સાથે ફટકારાયલે આટલા બધા રનનો આ પહેલો બનાવ છે.

આ પણ વાંચો : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

હોસ્ટ ટીમ એક ઇનિંગ અને 53 રનથી આખી ઇનિંગ હારી ગઇ અને ઇંગ્લેન્ડે સિરીઝમાં 2-1ની લીડ લઇને સિરીઝ હાથવગી કરી. સિરીઝની ફાઇનલ મેચ 24મી જાન્યુઆરીએ જોહાનીસબર્ગમાં રમાશે.

cricket news sports news sports cricket news sports sports news