T10 ફૉર્મેટથી ક્રિકેટ મેળવશે ઑલિમ્પિકમાં એન્ટ્રી : રસેલ

17 October, 2019 02:35 PM IST  |  અબુ ધાબી

T10 ફૉર્મેટથી ક્રિકેટ મેળવશે ઑલિમ્પિકમાં એન્ટ્રી : રસેલ

આન્દ્રે રસેલ

વેસ્ટ ઇન્ડીઝ ટીમના ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે તાજેતરમાં ટી૧૦ ક્રિકેટ ફૉર્મેટને ઑલિમ્પિકમાં એન્ટ્રી મેળવવા માટે ઘણી મહત્ત્વની ગણાવી છે.

આ બાબતે રસેલનું કહેવું છે કે ‘ક્રિકેટને એક ઑલિમ્પિક સ્પોર્ટ્સ બનાવવા માટે આ એક સારી તક છે અને મને આશા છે કે દરેક ટીમનો દરેક પ્લેયર પોતાના દેશને આ ગેમના માધ્યમથી ઑલિમ્પિકમાં પ્રતિનિધિ કરવા માગશે.’

યુનાઇટેડ અરબ ઍમિરેટ્સમાં થનારી અબુ ધાબી ટી૧૦ ટુર્નામેન્ટની ત્રીજી સીઝન ૧૪ નવેમ્બરથી ૨૪ નવેમ્બર દરમ્યાન રમાશે જેમાં રસેલ નોર્થન વૉરિયર્સ ટીમ વતી રમશે. રસેલે આ ફૉર્મેટ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ટી૧૦ ફૉર્મેટ ટી૨૦ કરતાં નાની છે એટલે બૅટ્સમૅન પાસે પણ પોતાની ગેમ રમવા માટે ઓછો સમય રહેશે. તમારે એક બોલર તરીકે દરેક બૉલ દ્વારા અટૅક કરતો રહેવાનો હોય છે. ખરું કહું તો તમારે તમારી ગેમના નક્કી કરેલા પ્લાન મુજબ રમવું પડશે કારણ કે બૅટ્સમૅન મોટો સ્કોર કરવા માટે દરેક ડિલિવરીમાં શોર્ટ ફટકારવાનો પ્રયાસ જરૂર કરશે.’

આ પણ વાંચો : ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો કોઈ ખેલાડી કુંવારો નથી

રસેલ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્લેયર શાહિદ આફ્રિદીએ પણ આ ફૉર્મેટનાં વખાણ કરતાં તેને ઑલિમ્પિક માટે મહત્વની ગણાવી હતી.

andre russell west indies cricket news sports news