ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો કોઈ ખેલાડી કુંવારો નથી

Published: Oct 17, 2019, 14:28 IST | બિપિન દાણી

વિરાટ સેનાના સાત પ્લેયરોને ત્યાં પહેલું પારણું પુત્રીના નામે બંધાયું : પિતાના સહકારથી બીજી હરોળની મહિલા ક્રિકેટ ટીમ બની શકે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

કદાચ એ યોગાનુયોગ હશે કે દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમમાં એક પણ ખેલાડી કુંવારો નથી. એટલું જ નહીં, વિરાટ કોહલીની હાલની ભારતીય ટીમમાં સાત ખેલાડીઓ એકમાત્ર સંતાનના પિતા છે. વળી આ સાતેય ખેલાડીઓને ત્યાં પહેલી વખત પારણું બંધાયું ત્યારે પુત્રીનો જ જન્મ થયો છે. 

રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વૃદ્ધિમન શહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને અજિંક્ય રહાણેનું નામ આ યાદીમાં આવે છે. રહાણેની પત્ની રાધિકાએ તાજેતરમાં પુત્રીને જન્મ આપ્યો ત્યારે તે વિશાખાપટ્ટનમ ખાતે ટેસ્ટ મૅચ રમી રહ્યો હતો. રોહિત શર્મા પુત્રીના જન્મ વખતે ખાસ ઑસ્ટ્રેલિયાથી ભારત પાછો ફર્યો હતો.

‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં રહાણેના પિતા મધુકર રહાણેએ મજાકમાં કહ્યું હતું કે ‘યસ, આ તમામ હાલના ખેલાડીઓની પુત્રીઓ ભારત માટે બીજી હરોળની મહિલા ક્રિકેટ ટીમ જરૂર બનાવી શકે. અમે પુત્રીનું નામ હજુ પાડ્યું નથી. અજિંક્ય અને રાધિકા બાળકીનું નામ નક્કી કરશે.’

કપિલ દેવની પુત્રી અમીયા અને સૌરવ ગાંગુલીની પુત્રી સાના અનુક્રમે બિઝનેસ મૅનેજમેન્ટ અને ડાન્સિંગમાં કેરીઅર બનાવવા ચાહે છે, પરંતુ, હાલના ક્રિકેટરોમાં ધોનીની પુત્રી જીવા, ગૌતમ ગંભીરની બે પુત્રીઓ આઝીન અને અનાઇઝા, રોહિત શર્મા અને રિતિકા સજદેહની પુત્રી સમૈરા, સુરેશ અને પ્રિયંકા રૈનાની ત્રણ વર્ષની પુત્રી ગ્રેશિયા, હરભજન સિંહ અને ગીતા બસરાની ત્રણ વર્ષની હિનાયા આ તમામને પોતપોતાના પિતાનો સહકાર મળે તો ભારતની આખી મહિલા ક્રિકેટ ટીમ ભવિષ્યમાં ઊભી થઈ શકે.

આ પણ વાંચો : સાંસદ ગૌતમ ગંભીરે DDCAના નિર્દેશકના પદ પરથી આપ્યું રાજીનામું, આ વાતથી હતા નારાજ

 
અલબત્ત, ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, ઓપનિંગ બૅટ્સમૅન મયંક અગરવાલ અને પત્ની આશિતા સુદ, ફાસ્ટ બોલર ઇશાંત શર્મા અને તેની બાસ્કેટબૉલ ખેલાડી પત્ની પ્રતિમા સિંહ, ઉમેશ યાદવ અને તાન્યા તથા ગયા મે મહિનામાં લગ્નની બેડીમાં બંધાયેલા હનુમા વિહારી અને પ્રીતિ રાજ હજી મા-બાપ નથી બન્યાં, પરંતુ તેઓને ત્યાં પણ પહેલું પારણું પુત્રીનું બંધાય અને તેઓ પણ ક્રિકેટ રમે તો ભારતીય મહિલા ટીમનું ભાવિ ઉજ્જવળ બની રહેશે, એમાં કોઈ શક ખરો?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK