લડાયક પરેરા શ્રીલંકામાં બન્યો નૅશનલ હીરો

18 February, 2019 11:36 AM IST  | 

લડાયક પરેરા શ્રીલંકામાં બન્યો નૅશનલ હીરો

ડરબન ટેસ્ટમાં અવિસ્મરણીય નૉટઆઉટ ૧૫૩ રનની લડાયક ઇનિંગ્સ રમીને અશક્ય લાગતી ટેસ્ટ-મૅચ શ્રીલંકાને જિતાડનાર કુસાલ જેનિથ પરેરા પર દેશમાં લેજન્ડરી ક્રિકેટરોથી લઈને પૉલિટિશ્યનોએ જબરદસ્ત પ્રશંસા વરસાવીને નૅશનલ હીરો બનાવ્યો હતો. બહુ ઓછા લોકોને યાદ હશે કે ડિસેમ્બર ૨૦૧૫માં ICC પરેરા પર ડોપિંગનો આરોપ લગાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, પણ ભૂતપૂર્વ લેજન્ડ ક્રિકેટર કુમાર સંગકારાએ તેની પડખે ઊભા રહીને તેનો પ્રતિબંધ હટાવડાવ્યો હતો અને ખોટી ટેસ્ટ કરવા બદલ ICC માફી માગી હતી.

સંગકારાએ કહ્યું હતું કે ‘પરેરાએ ખૂબ જ સુંદર ઇનિંગ્સ રમીને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. જો આ વિજય બેસ્ટમાંથી એક ન પણ હોય તો વિદેશમાં બેસ્ટ વિજય હતો.’

શ્રીલંકન ટીમને ત્ઘ્ઘ્ વલ્ર્ડ કપ ૨૦૦૭ની ફાઇનલ સુધી લઈ જનાર ભૂતપૂર્વ કૅપ્ટન માહેલા જયવદર્‍નેએ ટ્વીટમાં લખ્યું હતું ‘વોટ અ બ્યુટી, પ્રેશરમાં રમાયેલી બેસ્ટમાંની એક ઇનિંગ્સ હતી. છેલ્લી વિકેટ માટે પરેરાએ વિશ્વા ફર્નાન્ડો સાથે ૯૬ બૉલમાં ૭૮ રનની પાર્ટનરશિપ કરીને ગજબની ઇન્ટેલિજન્સ અને મેન્ટલ સ્ટ્રેન્થ બતાવી હતી.’

આ પણ વાંચોઃ આફ્રિકા સામે રોમાંચક ટેસ્ટમાં શ્રીલંકાની 1 વિકેટે જીત, કુશલ પરેરાની લડાયક સદી

પરેરાએ છેલ્લી વિકેટ માટે થયેલી ૭૮ રનની પાર્ટનરશિપમાં ૬૭ રન બનાવીને નબળી શ્રીલંકાની ટીમને સ્ટેન અને રબાડા જેવા ખતરનાક બોલરો સામે એક વિકેટથી યાદગાર વિજય અપાવ્યો હતો. શ્રીલંકાના પ્રેસિડન્ટ મૈથ્રીપાલા સિરીસેના અને પ્રાઇમ મિનિસ્ટર રાનિલ વિક્રમાસિંઘેએ ટ્વીટ કર્યું હતું ‘પરાજયના મુખમાંથી ઐતિહાસિક જીત મેળવવા બદલ ટીમને ખૂબ-ખૂબ અભિનંદન.’ શ્રીલંકાના સ્પોટ્ર્સ મિનિસ્ટર હારિન ફર્નાન્ડોએ પરેરાને ટ્વિટર પર અભિનંદન આપતાં લખ્યું હતું ‘પરેરા, યુ બ્યુટી’ શ્રીલંકાની ટીમે ૧૯૯૬માં વન-ડે વલ્ર્ડ કપ જીત્યો હતો. હાલમાં ટીમનો પર્ફોર્મન્સ ખૂબ ખરાબ થઈ રહ્યો છે. ઇંગ્લૅન્ડે તેમને ૦-૩થી હરાવ્યા પછી ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં પણ શરમજનક હાર જોવી પડી હતી.

cricket news sports news sri lanka