Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આફ્રિકા સામે રોમાંચક ટેસ્ટમાં શ્રીલંકાની 1 વિકેટે જીત, પરેરાની સદી

આફ્રિકા સામે રોમાંચક ટેસ્ટમાં શ્રીલંકાની 1 વિકેટે જીત, પરેરાની સદી

17 February, 2019 10:03 AM IST | ડરબન

આફ્રિકા સામે રોમાંચક ટેસ્ટમાં શ્રીલંકાની 1 વિકેટે જીત, પરેરાની સદી

પરેરાએ અપાવી શ્રીલંકાને જીત

પરેરાએ અપાવી શ્રીલંકાને જીત


સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ સીરિઝમાં પહેલી ટેસ્ટ મેચ ઘણી રોમાંચક રહી હતી. આ રોમાંચક ટેસ્ટમાં શ્રીલંકાએ 1 વિકેટે જીત મેળવી હતી. એક સમયે સાઉથ આફ્રિકા જીતથી સાવ નજીક હતું. પરંતું શ્રીલંકાના કુશલ પરેરાના અણનમ 153 રનની શાનદાર ઇનીંગની મદદથી ટીમને એક મહત્વની જીત અપાવી હતી. શ્રીલંકાએ આ પહેલી ટેસ્ટ મેચ ચોથા દિવસે જ જીતી લીધી હતી.

સાઉથ આફ્રિકાને પહેલી ઇનીંગમાં 44 રનની લીડ મળી હતી

પહેલી ઇનીંગમાં સાઉથ આફ્રિકાએ 235 રન કર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકા પહેલી ઈનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી અને આફ્રિકાને 44 રનની લીડ મળી હતી. સાઉથ આફ્રિકા બીજી ઈનિંગમાં 259 રનમાં ઓલ આઉટ થતાં શ્રીલંકાને જીતવા 304 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

શ્રીલંકાની બીજી ઇનીંગની શરૂઆત સારી રહી ન હતી



શ્રીલંકાએ 226 રન સુધીમાં જ 9 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે સાઉથ આફ્રિકાની જીત હાથ વેંતમાં લાગતી હતી. પરંતુ તે બાદ કુશલ પરેરા અને વિશ્વ ફર્નાડોએ શ્રીલંકાને અકલ્પનીય જીત અપાવી હતી. પરેરાએ 200 બોલનો સામનો કર્યો હતો. જેમાં તેણે 12 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 153 રનની અણનમ ઈનિંગ રમી હતી.

શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ


કુશલ પરેરાની તેની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જીત સાથે જ શ્રીલંકાએ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ લઇ લીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 10:03 AM IST | ડરબન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK