દાયકાની સૌથી વધુ વિકેટ લેનાર બોલર વિશે સૌરવ ગાંગુલીએ કહ્યું...

26 December, 2019 03:18 PM IST  |  Mumbai Desk

દાયકાની સૌથી વધુ વિકેટ લેનાર બોલર વિશે સૌરવ ગાંગુલીએ કહ્યું...

સૌરવ ગાંગુલીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઇન્ડિયા તરફથી હાઇએસ્ટ વિકેટ લેનાર પ્લેયર રવિચન્દ્રન અશ્વિનનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં છેલ્લાં દસ ‍વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્લેયરનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ લિસ્ટમાં સૌથી પહેલાં આર. અશ્વિન ૫૬૪ વિકેટ સાથે છે. ૫૩૫ વિકેટ સાથે બીજા ક્રમે જેમ્સ ઍન્ડરસન, ૫૨૫ વિકેટ સાથે ત્રીજા ક્રમે સ્ટુઅર્ટ બ્રોડ, ૪૭૫ વિકટે સાથે ચોથા ક્રમે ટીમ સાઉથી અને ૪૫૮ વિકેટ સાથે પાંચમા ક્રમે ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થાય છે. આ વિશે સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યું હતું કે ‘અશ્વિને આ દાયકામાં સૌથી વધુ વિકેટ લીધી છે. ખૂબ જ અદ્ભુત કહેવાય. મને એવી ફીલિંગ્સ આવે છે કે ઘણી વાર તેને નોટિસ કરવામાં નથી આવતો.’

sourav ganguly ravichandran ashwin sports news sports cricket news