સ્મૃતિ મંધાનાની સદીથી ભારતીય વિમેન્સ ટીમ જીતી પહેલી વન-ડે

25 January, 2019 10:57 AM IST  | 

સ્મૃતિ મંધાનાની સદીથી ભારતીય વિમેન્સ ટીમ જીતી પહેલી વન-ડે

પ્લેયર ઑફ ધ મૅચ : નેપિયરમાં પહેલી વન-ડેમાં સેન્ચુરી પૂરી કર્યા બાદ ભારતની ઓપનર સ્મૃતિ મંધાના.

વિરાટ કોહલીની ટીમ સાથે ભારતની નૅશનલ વિમેન્સ ટીમ પણ ન્યુ ઝીલૅન્ડની ટૂર પર છે. મંગળવારે નેપિયરમાં મૅક્લીન પાર્કમાં પુરુષ ટીમે 8 વિકેટથી જ્યારે ગઈ કાલે મિતાલી રાજની વિમેન્સ બ્રિગેડે 9 વિકેટે જીત મેળવી હતી. પહેલી વન-ડેમાં ઓપનર સ્મૃતિ મંધાનાએ 104 બૉલમાં 105 રન બનાવીને 193 રનનો ટાર્ગેટ 17 ઓવર પહેલાં ચેઝ કરીને 9 વિકેટથી પ્રભાવશાળી વિજય મેળવ્યો હતો.

ટૉસ જીતીને ભારતની કૅપ્ટન મિતાલી રાજે બોલિંગ કરવાનું પસંદ કરતાં દીપ્તિ શર્મા અને પૂનમ યાદવે મળીને કિવી ટીમનો ટૉપ-ઑર્ડર ધ્વસ્ત કર્યો હતો. એક સમયે 30.5 ઓવરમાં ન્યુ ઝીલૅન્ડે 119 રનના ટોટલે ફક્ત 3 વિકેટ ગુમાવી હતી, પણ બાકીના 73 રનમાં છેલ્લી 7 વિકેટ ગુમાવતાં મુકાબલો વન-સાઇડેડ થઈ ગયો હતો. ઓપનર સુઝી બેટ્સે હાઇએસ્ટ 36 અને કૅપ્ટન ઍમી સૅટરથ્વેઇટે 31 રન બનાવ્યા હતા. ભારતની એકતા બિશ્તે 32 રનમાં 3 અને પૂનમ યાદવે 42 રનમાં 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : વિદર્ભના ઉમેશ યાદવે 7 વિકેટ લઈને કેરળને ધકેલ્યું બૅકફુટ પર

18 વર્ષની મુંબઈની જેમાઇમા રૉડ્રિગ્સ અને સ્મૃતિ મંધાનાએ 32.2 ઓવરમાં 190 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને હરીફ ટીમ માટે ચમત્કારની કોઈ આશા રાખી નહોતી. જેમાઇમાએ 94 બૉલમાં 9 ફોરની મદદથી નૉટઆઉટ 81 અને સ્મૃતિએ 104 બૉલમાં 9 ફોર અને 2 સિક્સની મદદથી 105 રન બનાવ્યા હતા.

mithali raj sports news cricket news