પૉન્ટિંગના ટેસ્ટ રેકૉર્ડની બરાબરી કરી કોહલીએ

12 October, 2019 12:30 PM IST  |  પુણે

પૉન્ટિંગના ટેસ્ટ રેકૉર્ડની બરાબરી કરી કોહલીએ

રિકી પૉન્ટિંગ

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મૅચમાં ઇન્ડિયન સ્કિપર વિરાટ કોહલીએ ઘરઆંગણે મહેમાન ટીમ સામે પહેલી સેન્ચુરી કરી હતી. આ સેન્ચુરી ફટકારતાં તેણે કૅપ્ટન તરીકે સૌથી વધારે ટેસ્ટ સેન્ચુરી કરવાના રિકી પૉન્ટિંગના રેકૉર્ડની પણ બરાબરી કરી લીધી છે. 

પુણેમાં ગઈ કાલે બીજા દિવસની મૅચમાં કોહલીએ પોતાના ટેસ્ટ કરીઅરની ૨૬મી અને કૅપ્ટન તરીકે ૧૯મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગે પણ ટેસ્ટ કૅપ્ટન તરીકે ૧૯ સેન્ચુરી બનાવી હતી જેની સરખામણી કોહલીએ કરી લીધી છે.

આ પણ વાંચો : રબાડાના ફીલ્ડિંગ એફર્ટ પર કોહલીનો મજાકિયા થમ્સ-અપ

આ ઉપરાંત કોહલીએ સુનીલ ગાવસકરને પણ પછડાટ આપી છે. ૨૬ ટેસ્ટ સેન્ચુરી બનાવવા કોહલી ૧૩૮ ઇનિંગ રમ્યો હતો જ્યારે ગાવસકર આટલી સેન્ચુરી માટે ૧૪૪ ઇનિંગ રમ્યા હતાં. ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૭૦૦૦ રન પૂરા કરનાર કોહલીની ૨૦૧૯માં આ પહેલી ટેસ્ટ સેન્ચુરી હતી.

ricky ponting virat kohli cricket news sports news