મલેશિયા માસ્ટરમાંથી સિંધુ અને સાયનાની એક્ઝિટ

11 January, 2020 02:07 PM IST  |  Mumbai Desk

મલેશિયા માસ્ટરમાંથી સિંધુ અને સાયનાની એક્ઝિટ

મલેશિયા માસ્ટરની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં પહોંચેલી ભારતીય પ્લેયરો પી. વી. સિંધુ અને સાયના નહેવાલ પોતપોતાની ક્વૉર્ટર ફાઇનલ મૅચ હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ છે. બન્ને પ્લેયરો હારી જતાં ટુર્નામેન્ટમાં ભારતની મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

પી. વી. સિંધુ ક્વૉર્ટર ફાઇનલ મુકાબલમાં તાઇવાનની નંબર-ટૂ પ્લેયર ત્ઝ્યુ યિન્ગ તાઈ સામે ૩૬ મિનિટ ચાલેલી ગેમમાં ૨૧-૧૬, ૨૧-૧૬થી હારી ગઈ હતી. શરૂઆતમાં વિરોધી પ્લેયરે લીડ બનાવી હતી, પણ સિંધુ તેને એક લેવલે લાવવામાં સફળ રહી હતી. પછીથી તાઇવાનની પ્લેયરે ગેમ પર કન્ટ્રોલ મેળને‍વી પહેલો સેટ પોતાના નામે કર્યો. બીજા રાઉન્ડમાં ત્ઝ્યુ યિન્ગ તાઈના પ્રહાર સામે ટકી રહેવા સિંધુને કેટલાક જોખમી શૉટ રમવા પડ્યા હતા જેના પરિણામે બીજો રાઉન્ડ અને મૅચ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્ઝ્યુ યિન્ગ તાઈ સામે સિંધુની ૧૨મી હાર છે.

સામા પક્ષે સાયના નહેવાલે સ્પેનની કૅરોલિના મરીન સામેની ક્વૉર્ટર ફાઇનલ મૅચ અડધો કલાકમાં ૮-૨૧, ૭-૨૧થી ગુમાવી હતી. શરૂઆતમાં સાયનાએ લીડ બનાવી રાખી હતી, પણ પછીથી કૅરોલિનાએ વાપસી કરી સાયનાને મહાત આપી હતી.
આ બન્ને પ્લેયરો પહેલાં પુરુષ વર્ગમાં સમીર વર્મા, કિદામ્બી શ્રીકાંત, એચ. એસ. પ્રણોય અને સાઈ પ્રણીત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે.

sports sports news cricket news