પાકિસ્તાન સાથે ક્રિકેટ પર શું બોલ્યા સચિન તેન્ડુલકર ?

22 February, 2019 07:55 PM IST  | 

પાકિસ્તાન સાથે ક્રિકેટ પર શું બોલ્યા સચિન તેન્ડુલકર ?

સચિને કહ્યું મેચ રમવી જોઈએ

ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરે પણ હવે પાકિસ્તાન સાથે મેચ રમવા પર નિવેદન આપ્યું છે. સચિન તેન્ડુલકરે પાકિસ્તાન સાથે મેચ રમવા પર ભાર મૂક્યો છે. શુક્રવારે સચિને નિવેદન આપ્યું કે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ન રમીને તેમને 2 પોઈન્ટ આપી ન શકાય, કારણ કે ક્રિકેટના આ મહાકુંભમાં આમ કરવાથી પાકિસ્તાનને જ ફાયદો થશે.

તેન્ડુલકરે પણ સુનિલ ગાવસ્કરના નિવેદનને ટેકો આપ્યો છે. સચિને કહ્યું કે વર્લ્ડ કપમાં 16 જૂને રમાનારી મેચમાં પાકિસ્તાનને હરાવવું જ વધુ યોગ્ય છે. પુલવામા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી પાકિસ્તાન સામે મેચ ન રમવા માગ ઉઠી રહી છે.

તેન્ડુલકરે એક નિવેદનમાં કહ્યું કે,'ભારતે દરેક વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું છે, હવે ફરીથી તેમને હરાવવાની તક છે. હું અંગત રીતે તેમને એમનેમ 2 પોઈન્ટ આપી દેવા ન ઈચ્છું, આમ કરવાથી ટુર્નામેન્ટમાં તેમની રાહ આસાન થશે.'

આ પણ વાંચોઃ ICCને પત્ર લખશે BCCI, આતંક સમર્થક દેશ સાથે ખતમ થાય ક્રિકેટ સંબંધ

ઉલ્લેખનીય છે કે આ પહેલા હરભજનસિંહ અને યુઝવેન્દ્ર ચહલ સહિતના ખેલાડીઓ પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની માગ કરી ચૂક્યા છે, તો સુનિલ ગાવસ્કરે પાકિસ્તાન સામેની મેચને અગત્યની ગણાવી છે.

sachin tendulkar pakistan