ડે-નાઇટ ટેસ્ટમાં સચિનને પણ આમંત્રણ છે

02 November, 2019 04:21 PM IST  |  મુંબઈ ડેસ્ક

ડે-નાઇટ ટેસ્ટમાં સચિનને પણ આમંત્રણ છે

કલકત્તા : (આઇ.એ.એન.એસ.) ભારત અને બંગલા દેશ વચ્ચે બાવીસમી નવેમ્બરે પહેલી ડે-નાઇટ ટેસ્ટ રમાવાની છે. આ મૅચને સફળ બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ પૂરતા પ્રયાસ કરી રહ્યું છે. આ મૅચ દરમ્યાન બંગલા દેશનાં વડાં પ્રધાન શેખ હસીના હાજર રહેવાનાં છે, જ્યારે નરેન્દ્ર મોદી તરફથી કન્ફર્મેશન આવવાનું બાકી છે. આ મૅચ વખતે સચિન તેન્ડુલકર હાજર રહે એવી સૌરવ ગાંગુલીને આશા છે અને એ માટે તે પૂરતા પ્રયાસ પણ કરી રહ્યો છે. 

ગાંગુલીએ આ સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે ‘અમે આ ઇવેન્ટને અદ્ભુત બનાવવા માગીએ છીએ અને એ માટેનું કામકાજ ચાલી રહ્યું છે. ૩-૪ દિવસમાં મારી પાસે આખી ઇવેન્ટનું ટાઇમ-ટેબલ આવી જશે.’
આ ઉપરાંત ગાંગુલી ઍન્ડ ટીમે સચિન તેન્ડુલકરને મૅચ દરમ્યાન ઉપસ્થિત રહેવાની અરજ કરી છે. ભારત અને બંગલા દેશ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મૅચ જે ડે-નાઇટ હશે એમાં રમનારા બન્ને ટીમના પ્લેયરો સહિત એમ. સી. મૅરીકૉમ અને પી.વી. સિંધુની ઉપલબ્ધિને ધ્યાનમાં રાખીને તેમનું સન્માન કરવામાં આવશે. કલકત્તાના ઈડન ર્ગાડન્સમાં રમાનારી આ પહેલી ડે-નાઇટ ટેસ્ટ મૅચને સફળ બનાવવા ટિકિટનો ભાવ પણ ૫૦, ૧૦૦ અને ૧૫૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.

sachin tendulkar cricket news sports news sports