બાઉન્ડરી રૂલના કાયદાની વિદાયને તેન્ડુલકરનો ટેકો

17 October, 2019 02:12 PM IST  |  નવી દિલ્હી

બાઉન્ડરી રૂલના કાયદાની વિદાયને તેન્ડુલકરનો ટેકો

સચિન તેન્ડુલકર

વર્લ્ડ કપ ૨૦૧૯માં બાઉન્ડરી કાઉન્ટના નિયમને આધારે યજમાન ટીમ ઇંગ્લૅન્ડને વિજેતા ઘોષિત કરાઈ હતી જેના બાદ આ નિયમનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો. તાજેતરમાં આઇસીસીએ આ બાઉન્ડરી રૂલના નિયમને હટાવી દીધો છે અને માસ્ટ બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે આ નિર્ણયનું સ્વાગત કરતાં એને મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. 

તેન્ડુલકરે કહ્યું હતું કે ‘મારા ખ્યાલથી જ્યારે બે ટીમમાંથી કોઈને અલગ નથી કરી શકાતી ત્યારે પરિણામ પર પહોંચવા માટેનું આ ઘણું મહત્વનું છે.’

આ પણ વાંચો : હું પણ‌ બીજા બધાના જેવો જ છું બસ, મારાં ઇમોશન્સ છુપાવી જાણું છું : ધોની

 

નોંધનીય છે કે આઇસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઇનલમાં ઇંગ્લૅન્ડે ૨૬ બાઉન્ડરી મારી હોવાથી એને વિશ્વ કપ વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. યજમાનને ઘરઆંગણે જબરદસ્ત ટક્કર આપનાર ન્યુ ઝીલૅન્ડે મૅચમાં ૧૭ બાઉન્ડરી મારી હતી.
આઇસીસીએ આ નિયમને રદ કરતાં કહ્યું હતું કે ‘ગ્રુપ સ્ટેજમાં જો સુપર ઓવર ટાઇ થાય તો મૅચ પણ ટાઇ થયેલી ગણાશે. જોકે સેમી ફાઇનલ અને ફાઇનલમાં વિરોધી ટીમ કરતાં વધારે રન કરી જીતી શકે એ માટે એક્સ્ટ્રા સુપર ઓવર આપી ટીમને જીતવા માટે એક તક આપવામાં આવશે.’

sachin tendulkar cricket news sports news