બોર્ડના એથિક્સ ઑફિસરે સચિનને આપી ક્લીન ચિટ

29 May, 2019 12:04 PM IST  |  નવી દિલ્હી

બોર્ડના એથિક્સ ઑફિસરે સચિનને આપી ક્લીન ચિટ

સચિન તેન્ડુલકર

ભારતીય ક્રિકેટ બોર્ડના એથિક્સ ઑફિસર જસ્ટિસ ડી. કે. જૈને ક્રિકેટ આઇકન સચિન તેન્ડુલકર સામે લગાડવામાં આવેલા કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટના આરોપોને નકારી કાઢ્યા હતા. સચિને થોડા દિવસ પહેલાં પોતાના સત્તાવાર સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તેણે ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટી (સીએસી)ના મેમ્બર તરીકે કોઈ ફી લીધી નથી એથી તે ‘પોતાને’ આ કમિટીનો મેમ્બર માનતો નથી.

ડી. કે. જૈને પોતાના બે પાનાંના ચુકાદામાં જણાવ્યું કે ‘તેન્ડુલકરના સ્ટેટમેન્ટ પછી તેના પર લગાડવામાં આવેલા આરોપો ‘પાયાવિહોણા’ સાબિત થયા છે એથી આ કેસને અહીં બંધ કરવામાં આવે છે.’

ડી. કે. જૈને પોતાના ચુકાદામાં લખ્યું, ‘એક વખત ભારતીય ક્રિકેટ બોર્ડ સીએસીના મેમ્બરોની જવાબદારી અને સમયગાળો નક્કી કરે એ પછી સચિન પોતે નિર્ણય કરશે કે તેને આ કમિટીમાં રહેવું કે નહીં. સચિન પોતાને આ કમિટીનો મેમ્બર માનતો નથી અને એ મુજબ વર્તતો નથી એથી વર્તમાન ફરિયાદનું કોઈ મહત્વ રહેતું નથી. આથી આ ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે.’

આ પણ વાંચો : વિન્ડીઝના બૅટ્સમેનોએ ૪૯.૨ ઓવરમાં ખડકી દીધા 421 રન

મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના આજીવન સદસ્ય સંજીવ ગુપ્તાએ સચિન તેન્ડુલકર અને વીવીએસ લક્ષ્મણ સામે સીએસીના મેમ્બર અને આઇપીએલ ટીમના મેન્ટોર-આઇકન - એમ બે ડ્યુટી લેવાનો આરોપ લગાવ્યો હતો.

sachin tendulkar board of control for cricket in india cricket news sports news