રૉસ ટેલર બન્યો ન્યુ ઝીલૅન્ડનો હાઇએસ્ટ ટેસ્ટ રન સ્કોરર

07 January, 2020 02:24 PM IST  |  Sydney

રૉસ ટેલર બન્યો ન્યુ ઝીલૅન્ડનો હાઇએસ્ટ ટેસ્ટ રન સ્કોરર

રૉસ ટેલર

ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ ભલે ન્યુ ઝીલૅન્ડ હારી ગયું હોય પણ છેલ્લી ટેસ્ટ મૅચમાં એક રેકૉર્ડ નોંધાવવામાં ન્યુ ઝીલૅન્ડના રૉસ ટેલરને સફળતા મળી છે. ન્યુ ઝીલૅન્ડ ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીફન ફ્લૅમિંગને પાછળ મૂકીને રૉસ ટેલર સૌથી વધારે રન બનાવનાર પ્લેયર બન્યો છે. રૉસ ટેલરે ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૭૧૭૪ રન બનાવી લીધા છે, જ્યારે સ્ટીફન ફ્લૅમિંગ પોતાના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૭૧૭૨ રન ધરાવે છે.

ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મૅચના ચોથા દિવસે નૅથન લાયનના બૉલ પર ત્રણ રન લઈને તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ટેલર ૯૯ ટેસ્ટ મૅચમાં ૧૭૪ ઇનિંગ રમ્યો છે, જેમાં ૪૬.૨૮ની ઍવરેજથી ૭૧૭૪ રન બનાવ્યા છે. આ રનમાં તેની ૧૯ સેન્ચુરી અને ૩૩ હાફ સેન્ચુરી છે.

new zealand australia test cricket cricket news sports news