ઍશિઝ સિરીઝમાં નિષ્ફળતા છતાં કૅપ્ટન તરીકે ફરજ બજાવવી છે રૂટને

10 September, 2019 01:54 PM IST  | 

ઍશિઝ સિરીઝમાં નિષ્ફળતા છતાં કૅપ્ટન તરીકે ફરજ બજાવવી છે રૂટને

ઍશિઝ સિરીઝ ફરીથી ન જીતી શકનાર જો રૂટે ઇંગ્લૅન્ડની કૅપ્ટન્સીને જાળવી રાખવી છે. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં ૦-૪થી ઍશિઝ સિરીઝ હારનાર ઇંગ્લૅન્ડની ટીમ આ વખતે ઍશિઝ જીતવા માટે ફેવરિટ હતી. જોકે ચોથી ટેસ્ટમાં તેઓ ૧૮૫ રને હારતાં સ્કોરલાઇન ૨-૧ થઈ છે. જો પાંચમી ટેસ્ટમાં તેઓ જીતશે તો પણ તેઓ ઍશિઝ નહીં જીતી શકે.

આ વિશે ૨૮ વર્ષના રૂટે કહ્યું હતું કે ‘યસ, હું કૅપ્ટન્સી કરવાનું ડેફિનેટલી ચાલું રાખીશ. આપણે જ્યારે સિરીઝ હારીએ ત્યારે દુ:ખ થાય છે. પ્લેયર તરીકે અને ટીમ તરીકે કયા એરિયામાં ઇમ્પ્રૂ‍વમેન્ટની જરૂર છે એ જાણવું જરૂરી છે. મને ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમની કૅપ્ટન્સી કરવા મળી એ બહુ સારી વાત છે અને હું બેસ્ટ આપવા માટે વધારે મહેનત કરવાનું ચાલુ રાખીશ. અમે ઓવલમાં જીત મેળવીને ઘરઆંગણે ઍશિઝ ન હારવાનો ૧૮ વર્ષનો રેકૉર્ડ અકબંધ રાખીશું.’

આ પણ વાંચો: અશ્વિન હજું પણ ભારતનો નંબર 1 સ્પિનર છે : અનિલ કુંબલે

joe root cricket news gujarati mid-day