રોનાલ્ડોએ યુવેન્ટ્સ માટે બનાવ્યો રેકૉર્ડ

10 February, 2020 05:16 PM IST  |  Mumbai Desk

રોનાલ્ડોએ યુવેન્ટ્સ માટે બનાવ્યો રેકૉર્ડ

ફુટબૉલના સ્ટાર પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુવેન્ટ્સ ટીમ વતી રમતાં સિરીઝ અને સતત ૧૦ ગેમમાં ગોલ કરનારો પહેલો પ્લેયર બન્યો હતો. તેણે છેલ્લી ૧૦ ગેમમાં કુલ ૧૫ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ આ રેકૉર્ડ નોંધાવ્યો હોવા છતાં તેની ટીમ હેલાસ વેરોના સામે ૧-૨થી હારી ગઈ હતી.

મૅચની ૬૫મી મિનિટે રોનાલ્ડોએ પોતાનો ૧૫મો ગોલ કર્યો હતો. આ ગોલ સાથે રોનાલ્ડોએ સિરીઝમાં કરેલા કુલ ગોલની સંખ્યા ૨૦ થઈ છે. હેલાસ વેરોના માટે ફેબિયો બોરીનીએ ૭૬મી મિનિટમાં જ્યારે જિઆમ્પોલો પઝ્‍ઝનીએ ૮૬મી મિનિટે બીજો ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી જે છેલ્લે જીતમાં પરિણમી હતી.

sports sports news cristiano ronaldo cricket news