કોહલી અને શાસ્ત્રીએ પંત સાથે ચર્ચા કરીને તેને ફ્રીડમ આપવી જોઈએ : ગંભીર

27 September, 2019 03:22 PM IST  |  નવી દિલ્હી

કોહલી અને શાસ્ત્રીએ પંત સાથે ચર્ચા કરીને તેને ફ્રીડમ આપવી જોઈએ : ગંભીર

ગૌતમ ગંભી

ગૌતમ ગંભીરનું માનવું છે કે વિરાટ કોહલી અને ર‌વિ શાસ્ત્રીએ મળીને રિષભ પંતને સપોર્ટ કરવો જોઈએ અને તેની સાથે ચર્ચા કરવી જોઈએ. રિષભ પંત છેલ્લા ઘણા સમયથી તેના પર્ફોર્મન્સને લઈને ચર્ચામાં છે. જોકે તેને યોગ્ય ટ્રેઇનિંગ આપી તેની સાથે વાતચીત કરવી જોઈએ એવું માનતા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘કોઈ યુવાન પ્લેયર છેલ્લા એક વર્ષથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમી રહ્યો હોય અને તમે એના પર જ ફોકસ કરો તો તેને પ્રેશરનો અહેસાસ થવાનો જ એ નક્કી છે.

ખૂબ ઓછા સમયમાં તેણે બે ટેસ્ટ-સેન્ચુરી મારી છે. તેના શૉટ-સિલેક્શન કેટલાક લોકોને પસંદ નથી પડી રહ્યા, પરંતુ આ તેની રમવાની સ્ટાઇલ છે. જો તમે તેને ટીમમાં રમવાનો ચાન્સ આપ્યો છે તો તેને સપોર્ટ પણ કરવો જોઈએ. ફક્ત કોહલી જ નહીં, રવિ શાસ્ત્રીએ પણ તેની સાથે વાત કરવી જોઈએ.

આ પણ વાંચો : સૌથી પ્રશંસનીય વ્યક્તિના લિસ્ટમાં કોહલી અને સચિન કરતાં ધોની આગળ

જો તે ફૉર્મમાં ન હોય અથવા તો તેના શૉટ-સિલેક્શન પર્ફેક્ટ ન હોય તો ટીમ-મૅનેજમેન્ટે તેની સાથે વાતચીત કરી ગાઇડન્સ આપવું જોઈએ. આ તેમની જવાબદારી છે. પંતને ફ્રીડમ આપવાની જરૂર છે.’

Rishabh Pant virat kohli ravi shastri gautam gambhir cricket news sports news