સૌથી પ્રશંસનીય વ્યક્તિના લિસ્ટમાં કોહલી અને સચિન કરતાં ધોની આગળ

નવી દિલ્હી | Sep 27, 2019, 15:17 IST

ઇન્ડિયામાં નરેન્દ્ર મોદી બાદ બીજા ક્રમે કૅપ્ટન કૂલ : ઇન્ડિયન મહિલામાં પ્રથમ મૅરી કૉમ

ધોની
ધોની

વિરાટ કોહલી અને સચિન તેન્ડુલકરને પછાડીને મહેન્દ્ર સિંહ ધોની આગળ નીકળી ગયો છે. સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિના લિસ્ટમાં નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુરુષ અને મહિલાઓનું અલગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ૪૧ દેશમાંથી ૪૨,૦૦૦ વ્યક્તિઓને પસંદ કરીને આ સર્વે કરવામાં આવ્યો છે. જોકે ઇન્ડિયામાં આ સર્વે મુજબ સૌથી પ્રશંસનીય વ્યક્તિમાં નરેન્દ્ર મોદી (૧૫.૬૬ ટકા), મહેન્દ્ર સિંહ ધોની (૮.૫૮ ટકા), રતન તાતા (૮.૦૨ ટકા), બરાક ઓબામા (૭.૩૬ ટકા), બિલ ગેટ્સ (૬.૯૬ ટકા), અમિતાભ બચ્ચન (૬.૫૫), સચિન તેન્ડુલકર (૫.૮૧ ટકા) અને વિરાટ કોહલી (૪.૪૬ ટકા)નો સમાવેશ કરવામાં આવ્યો છે. કોહલી બાદ ઘણી વ્યક્તિનો આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વર્લ્ડ ક્લાસ પ્લેયર પંત સાથે અમે ખૂબ ધીરજથી કામ કરી રહ્યા છીએ : રવિ શાસ્ત્રી

આ સર્વે મુજબ મહિલાના લિસ્ટમાં ટૉપ-૨૫માં ભારતની એકમાત્ર મહિલા બૉક્સર મૅરી કૉમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં મૅરી કૉમને સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવી છે. ત્યાર બાદ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા જોનસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK