રિષભ પંત ભારતનો ગેમ ચેન્જર છે : શિખર ધવન

06 February, 2019 10:13 AM IST  | 

રિષભ પંત ભારતનો ગેમ ચેન્જર છે : શિખર ધવન

શિખર ધવન

૨૦૧૮ના ‘ICC ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર’નો અવૉર્ડ જીતનાર રિષભ પંત આગામી વર્લ્ડ કપમાં રમે કે ન રમે, પણ ભારતીય ટીમમાં દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીના વારસદાર માટે તે સૌથી યોગ્ય દાવેદાર છે એમાં કોઈ શંકા નથી. ભારતીય ઓપનર શિખર ધવને તેનાં ભારોભાર વખાણ કરતાં ગઈ કાલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતું કે ‘પંત એક ગેમ-ચેન્જર ખેલાડી છે. તે અટૅકિંગ બૅટિંગ કરે છે જે ટીમ માટે સારું છે. તેનામાં મૅચને ભારતની તરફેણમાં લાવવાની ક્ષમતા છે. આશા છે કે તે મળેલી તકને ગુમાવશે નહીં.’

૨૧ નવેમ્બરથી શરૂ થયેલી ઑસ્ટ્રેલિયન ટૂરથી સતત રમી રહેલી ભારતીય ટીમ બાબતે ધવને વધુમાં કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડ સામેની T૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ જીતીને ૩ મહિનાની ટૂરનો અમે જીત સાથે અંત લાવવા માગીએ છીએ અને ઑસ્ટ્રેલિયા સામે આ મહિનાના અંતે બે T૨૦ અને પાંચ વન-ડેની સિરીઝમાં જીતનો લય જાળવી રાખવા માગીએ છીએ. અમે પણ માણસ છીએ અને શરીરને આરામની જરૂર હોય છે.’

૨૧ નવેમ્બરથી શરૂ થયેલી ઑસ્ટ્રેલિયાની ટૂરમાં ભારત અપરાજિત રહ્યું છે. T૨૦ સિરીઝ ૧-૧થી ડ્રૉ, ટેસ્ટ-સિરીઝ ૨-૧થી અને વન-ડે સિરીઝ પણ ૨-૧થી જીતીને ઇતિહાસ રચ્યો હતો. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડને તેમની જ ધરતી પર વન-ડેમાં ૪-૧થી પછાડ્યું હતું.

૩૦ મેથી શરૂ થતા વર્લ્ડ કપ માટે ભારતની ટીમ પાસે દરેક પોઝિશન માટે વિકલ્પ લગભગ તૈયાર થઈ ગયા છે. પંતે ઓવલ ટેસ્ટમાં ૧૧૪ અને સિડની ટેસ્ટમાં નૉટઆઉટ ૧૫૯ રન બનાવ્યા હતા.

shikhar dhawan cricket news sports news india