કૅરિબિયન પ્રીમિયર લીગમાં 267 રન સાથે શાહરુખની ટીમે રચ્યો નવો ઇતિહાસ

15 September, 2019 11:20 AM IST  |  નવી દિલ્હી

કૅરિબિયન પ્રીમિયર લીગમાં 267 રન સાથે શાહરુખની ટીમે રચ્યો નવો ઇતિહાસ

કિરોન પોલાર્ડ

વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર રમાઈ રહેલી કૅરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની ટીમ ટ્રિન્બાગો નાઇટ રાઇડર્સ શાનદાર ફોર્મમાં છે અને ચારેચાર મૅચ જીતીને પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબરે છે. કિરોન પોલાર્ડની કૅપ્ટન્સીમાં ટ્રિન્બાગો નાઇટ રાઇડર્સ ટીમે શુક્રવારે તેની ચોથી મૅચમાં ક્રિસ ગેઇલની કપ્તાનીવાળી ટીમ જમૈકા થાલાવાહને ૪૧ રનથી હરાવીને સતત ચોથી જીત નોંધાવી હતી.

આ પણ વાંચો : રોહિત ટેસ્ટ-ઓપનર તરીકે સફળ રહ્યો તો ભારત કોઈ પણ ટાર્ગેટ ચેઝ કરવા સક્ષમ: બાંગડ

આ મૅચમાં ટ્રિન્બાગો નાઇટ રાઇડર્સે પહેલા બૅટિંગ કરતાં ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૬૭ ખડકીને ટુર્નામેન્ટમાં નવો ઇતિહાસ રચી દીધો હતો. ૨૬૭ રન આ ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ટીમ ટોટલ બની ગયા હતા. ૨૬૭ રન ટી૨૦ ક્રિકેટમાં સેકન્ડ હાઇએસ્ટ સ્કોર પણ બની ગયો હતો. અફઘાનિસ્તાને આ વર્ષના ફેબ્રુઆરીમાં આયરલૅન્ડ સામે બનાવેલા ૩ વિકેટે ૨૭૮ અને ચેક રિપબ્લિકે થોડા સમય પહેલાં એટલે કે ૩૦ ઑગસ્ટે ટર્કી સામે બનાવેલા ૪ વિકેટે ૨૭૮ રન સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે.

kieron pollard cricket news sports news