ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો વધ્યો પગાર, હવે મળશે આટલા કરોડ !

09 September, 2019 03:57 PM IST  |  મુંબઈ

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો વધ્યો પગાર, હવે મળશે આટલા કરોડ !

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીને કેટલાક દિવસો પહેલા જ પદ પર રિટેન કરાયા છે. રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ BCCIએ રિન્યુ કર્યો છે. કપિલ દેવની અધ્યક્ષતાવાળી સમિતીએ ઈન્ટરવ્યુ બાદ તેમને આ પદ પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે સમાચાર એવા છે કે કોચ તરીકે નવા કોન્ટ્રાક્ટ અંતર્ગત તેમના પગારમાં વધારો થઈ શકે છે.

વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાના કોચ અને કોચિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. નવી સિઝન માટે કોચના પદ અંગે અરજી મગાવાઈ હતી. જેમાં જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા બાદ રવિ શાસ્ત્રીને કોચ પદ પર યથાવત્ રાખવાનો નિર્ણય કરાયો. જેને કારણે તેમનો કોન્ટ્રાક્ટ લંબાયો છે.

મીડિયામાં ચાલી રહેલા સમાચાર પ્રમાણે નવા કરાર અંતર્ગત કોચ શાસ્ત્રીનો પગાર વધ્યો છે. તેમની સેલરીમાં 20 ટકાનો વધારો કરાયો હોવાની ચર્ચા છે. રવિ શાસ્ત્રીના છેલ્લા કરાર પ્રમાણે તેમને વર્ષે 8 કરોડ રૂપિયા મળતા હતા. શાસ્ત્રીને છેલ્લા કરાર પ્રમાણે વર્ષે 8 કરોડ રૂપિયા મળતા હતા. હવે તેમાં વધારો થવાથી રવિ શાસ્ત્રીનો પગાર 9.5 કરોડથી 10 કરોડની વચ્ચે થયો છે.

મીડિયામાં ચાલતા અહેવાલ પ્રમાણે કોચિંગ સ્ટાફના પગારમાં પણ વધારો થયો છે. સારા પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે યથાવત્ રહેલા ભરત અરૂણને લગભગ 3.5 કરોડ રૂપિયા વાર્ષિક મળશે. તો ટીમના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરને પણ આટલો જ પગાર મળશે.

આ પણ વાંચોઃ ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો...

સંજય બાંગરની જગ્યાએ ટીમના નવા બેટિંગ કોચ બનેલા વિક્રમ રાઠોરને 2.5 કરોડથી 3 કરોડ રૂપિયાનો પગાર મળશે.

ravi shastri board of control for cricket in india sports news cricket news