રાશિદ ખાનની બોલિંગ સામે બંગલા દેશ ઘૂંટણિયે

07 September, 2019 03:14 PM IST  |  ચિત્તગોંગ

રાશિદ ખાનની બોલિંગ સામે બંગલા દેશ ઘૂંટણિયે

રાશિદ ખાન

અફઘાનિસ્તાન અને બંગલા દેશ વચ્ચે ચાલી રહેલી એકમાત્ર ટેસ્ટ મૅચમાં અફઘાનિસ્તાનનું પલડું ભારે થઈ ગયું છે. બીજા દિવસનો ખેલ સમાપ્ત થતાં પહેલાં અફઘાનિસ્તાનના કૅપ્ટન અને બોલર રાશિદ ખાન સામે બંગલા દેશે ગઈ કાલે પહેલી ઇનિંગમાં ૧૯૪ રન કર્યા હતા, જે માટે ટીમે આઠ વિકેટ ગુમાવી દીધી હતી.

પહેલી ઇનિંગમાં બંગલા દેશની શરૂઆત ખરાબ રહી અને ટીમે પહેલી જ ઓવરમાં વગર કોઈ રને પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ નિયમિત વિકેટ પડતી રહી અને એકમાત્ર મોમિનુલ હક હાફ સેન્ચુરી કરવામાં સફળ રહ્યો હતો. મોસાડેક હુસેન અને તૈજુલ ઇસ્લામ અનુક્રમે ૪૪ અને ૧૪ રન કરી ક્રીઝ પર જામેલા છે.

આ પણ વાંચો : મારા પપ્પાના સપનાને જીવી રહી છું: શફાલી વર્મા

અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાને મૅચમાં ૪૭ રન આપીને ચાર વિકેટ લીધી હતી. રાશિદે કુલ ૧૮ ઓવર ફેંકી હતી, જેમાં ત્રણ મેઇડન હતી. પહેલી ઇનિંગમાં અફઘાનિસ્તાનની ટીમ ૩૪૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

afghanistan bangladesh cricket news sports news