Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારા પપ્પાના સપનાને જીવી રહી છું: શફાલી વર્મા

મારા પપ્પાના સપનાને જીવી રહી છું: શફાલી વર્મા

07 September, 2019 03:09 PM IST | નવી દિલ્હી

મારા પપ્પાના સપનાને જીવી રહી છું: શફાલી વર્મા

શફાલી વર્મા

શફાલી વર્મા


તાજતેરમાં ઇન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમની સ્ટાર પ્લેયર મિતાલી રાજે ઇન્ટરનૅશનલ ટી૨૦માંથી પોતાની રિટાયરમેન્ટ જાહેર કરી હતી. સામા પક્ષે મહિલા ક્રિકેટની સાઉથ આફ્રિકા સામે થનારી ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાં ૧૫ વર્ષની શફાલી વર્માને રમવાની તક મળી છે. શફાલીએ ૧૦ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેનું આ વિશે કહેવું છે કે ‘હું જ્યારે ક્રિકેટ રમતી હતી ત્યારે ઘણા લોકો મારી રમત બંધ કરાવવા માટે પપ્પાને કહેતા હતા, પણ મારા પપ્પાએ કોઈનું ન સાંભ‍ળ્યું અને મને રમાવી દીધી હતી. શરૂઆતના સમયમાં મારા પપ્પાએ જ મને ક્રિકેટ શીખવ્યું હતું. ભારત માટે ઇન્ટરનૅશનલ લેવલે રમવાનું માત્ર મારું જ નહીં, મારા પપ્પાનું પણ સપનું હતું.’

આ પણ વાંચો : મલિન્ગાએ ચાર બૉલમાં ચાર વિકેટ લઈને મચાવ્યો તરખાટ



રોહતકની શફાલીએ વર્ષની શરૂઆતમાં થયેલી વુમન્સ ટી૨૦ ચૅલેન્જમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ પહેલાં શફાલી હરિયાણા વતી ત્રણ સીઝન રમી ચૂકી છે. પોતાની બૅટિંગ ટૅલન્ટની વાત કરતાં તેનું કહેવું છે કે ‘ભારત માટે રમતી વખતે મારી ટીમને જિતાડવા માટે મોટો સ્કોર કરવાની જરૂર છે. પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે આઇપીએલ એક સારું પ્લૅટફૉર્મ છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 03:09 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK