વિદર્ભના ઉમેશ યાદવે 7 વિકેટ લઈને કેરળને ધકેલ્યું બૅકફુટ પર

25 January, 2019 11:02 AM IST  | 

વિદર્ભના ઉમેશ યાદવે 7 વિકેટ લઈને કેરળને ધકેલ્યું બૅકફુટ પર

ઉમેશ યાદવ

કેરળના વયનાડ શહેરના કૃષ્ણગિરિ સ્ટેડિયમમાં ગઈ કાલે શરૂ થયેલી પહેલી સેમી ફાઇનલમાં વિદર્ભના ઉમેશ યાદવે 12 ઓવરમાં 48 રન આપીને 7 અને રજનીશ ગુરબાનીએ 38 રનમાં 3 વિકેટ ઝડપતાં કેરળ 28.4 ઓવરમાં 106 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ટૉસ જીતીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન વિદર્ભના કૅપ્ટન ફૈઝ ફઝલે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. વિદર્ભની ટીમે ફઝલના નૉટઆઉટ ૭૫ અને 11,000 રણજી ટ્રોફી રન બનાવનાર વસીમ જાફરના 34 રનની મદદથી પાંચ વિકેટે 171 રન બનાવીને 65 રનની લીડ લઈ લીધી હતી.

આ પણ વાંચો : બિલ ડેલ્ટને ભારત અને ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરોને આપી સલાહ

બીજી સેમી ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટકની 9 વિકેટ 264 રનમાં લીધી હતી. ટૉસ જીતીને કર્ણાટકના કૅપ્ટન મનીષ પાંડેએ પહેલાં બૅટિંગ લઈને 14.1 ઓવરમાં 4 વિકેટ ફક્ત 30 રનમાં ગુમાવી દીધી હતી. ત્યાર બાદ કૅપ્ટન મનીષે 67 બૉલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 62 અને શ્રેયસ ગોપાલે 87 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બૅટ્સમૅન શ્રીનિવાસ શરથે નૉટઆઉટ 74 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રના કૅપ્ટન જયદેવ ઉનકડટે 4 અને કમલેશ મકવાણાએ 3 વિકેટ લીધી હતી.

umesh yadav sports news ranji trophy cricket news