Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બિલ ડેલ્ટને ભારત અને ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરોને આપી સલાહ

બિલ ડેલ્ટને ભારત અને ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરોને આપી સલાહ

25 January, 2019 10:47 AM IST |

બિલ ડેલ્ટને ભારત અને ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરોને આપી સલાહ

નેપિયર શહેરના મેયર બિલ ડેલ્ટન

નેપિયર શહેરના મેયર બિલ ડેલ્ટન


બુધવારે ન્યુ ઝીલૅન્ડમાં રમાયેલી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પહેલી મૅચમાં આંખ પર આવતા સૂર્યપ્રકાશને કારણે મૅચ 30 મિનિટ સુધી અટકાવવી પડી હતી. નેપિયર શહેરના મેયર બિલ ડેલ્ટને આ મામલે બન્ને દેશના ક્રિકેટરોને સૂરજનો તડકો આંખ પર સહન કરી શકે એટલા મજબૂત બનવા કહ્યું હતું તેમ જ સવાલ પણ કર્યો હતો કે ભારતમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હોત તો ખેલાડીઓએ શું કર્યું હોત. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૂરજના પ્રકાશને કારણે મૅચ અટકાવવામાં આવી હોય એવું પહેલી વાર બન્યું છે.

મેયરે કહ્યું હતું કે ‘મારા મતે તેઓ બહાર મેદાનમાં રમનારા ખેલાડીઓ છે. એથી સૂરજનો તડકો આંખ પર આવે એવી પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ ચૂક્યા છે. મારા મતે તેમણે થોડાક મજબૂત થવું જોઈએ.’



ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે આ સમસ્યાનો અત્યારે તો કોઈ તરત ઉકેલ નથી. વિરાટ કોહલીએ મૅચ બાદ કહ્યું હતું કે ‘આવી ઘટના પહેલી વખત મારી કરીઅરમાં બની. અગાઉ ૨૦૧૪માં હું સૂરજનો તડકો આંખ પર આવતો હતો એથી જ આઉટ થયો હતો.’


આ પણ વાંચો : ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લૅન્ડના બોલર ઍન્ડરસને 33 રનમાં લીધી 4 વિકેટ

ડિનર-બ્રેક બાદ મૅચ 30 મિનિટ સુધી રોકવામાં આવી હતી. ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસને પણ સમગ્ર પરિસ્થિતિમાં હળવો ઉત્તર આપતાં કહ્યું હતું કે ‘સૂરજને ખેસડવાનું તેમ જ મેદાનની દિશા બદલી શકાય એમ નહોતું. એથી અમારી પાસે થોડો સમય રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.’


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2019 10:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK