કમિન્સની કમાલ: 5 વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને 148 રનમાં કર્યું ઑલઆઉટ

29 December, 2019 12:11 PM IST  |  Melbourne

કમિન્સની કમાલ: 5 વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને 148 રનમાં કર્યું ઑલઆઉટ

પૅટ કમિન્સ

ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ મૅચને કન્ટ્રોલમાં રાખવા ઑસ્ટ્રેલિયાને પૅટ કમિન્સની પાંચ વિકેટ ખૂબ જ લાભદાયી નીવડી છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા ૪૬૭ રન બનાવીને આઉટ થયું હતું. ત્યાર બાદ બીજા દિવસે ન્યુ ઝીલૅન્ડ બે વિકેટે ૪૪ રન પર રમી રહ્યું હતું. ત્રીજા દિવસની શરૂઆતમાં જ રૉસ ટેલર અને હેનરી નિકોલસની વિકેટ પડી હતી. ત્યાર બાદ એક પછી એક વિકેટ પડતાં ૧૪૮ રનમાં ન્યુ ઝીલૅન્ડ ઑલઆઉટ થઈ ગયું હતું. પૅટ કમિન્સે ૨૮ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. જેમ્સ પૅટિન્સન ત્રણ અને મિચેલ સ્ટાર્કે બે વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયા ફરી બૅટિંગમાં આવ્યા બાદ ડેવિડ વૉર્નર ૩૮ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ જૉ બર્નસ અને માર્નસ લેબુચેગ્ને ૧૯ રને રનઆઉટ થયો હતો. જોકે ઑસ્ટ્રેલિયાને સૌથી મોટો ઝટકો સ્ટીવ સ્મિથનો લાગ્યો હતો. તે ફક્ત સાત રન બનાવીને આઉટ થયો હતો. નીલ વેગનર બે અને મિચેલ સૅન્ટનર એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયા આજે કેટલા રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરે કે પછી ઑલઆઉટ થવાની રાહ જુએ છે એ જોવું રહ્યું.

બોલ્ટને આંગળીમાં ફ્રૅક્ચર થતાં ટેસ્ટ મૅચ નહીં રમી શકે

ન્યુ ઝીલૅન્ડના લેફ્ટ-આર્મ પેસર ટ્રેન્ટ બોલ્ટને આંગળીમાં ફ્રૅક્ચર થતાં તે ઘરભેગો થઈ ગયો છે. ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે તેને આંગળીમાં ફરી ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે બહાર નીકળી ગયો હતો. બીજી ટેસ્ટ સાથે હવે તે ત્રીજી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ત્રીજી અને આખરી ટેસ્ટમાં પણ રમતો જોવા નહીં મળે. બૅટિંગ દરમ્યાન તેને આ ઈજા થઈ હતી.

australia new zealand test cricket cricket news sports news