શ્રીલંકન પ્લેયરોને પાકિસ્તાન ન જવા ધમકાવે છે ભારત

11 September, 2019 01:31 PM IST  |  મુંબઈ

શ્રીલંકન પ્લેયરોને પાકિસ્તાન ન જવા ધમકાવે છે ભારત

શ્રીલંકન ક્રિકેટ ટીમ

શ્રીલંકન ક્રિકેટ ટીમના ટોચના ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ પરથી નામ પાછું ખેંચી લીધું હોવાથી શ્રીલંકા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમની સિરીઝ પર પ્રશ્નાર્થ ચિહ્ન બનેલો છે. આ તણાવપૂર્વ પરિસ્થિતિમાં પાકિસ્તાનના વિજ્ઞાન અને તંત્રજ્ઞાન પ્રધાન ફવાદ ચૌધરીએ બફાટ કરતાં ભારત પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. ફવાદે સોશ્યલ મીડિયા દ્વારા કહ્યું હતું કે ‘મને અમુક સ્પોર્ટ્સ કૉમેન્ટેટરે જણાવ્યું છે કે ભારતે શ્રીલંકાના ખેલાડીઓને ધમકી આપી છે કે જો તે પાકિસ્તાન રમવા જશે તો તેમને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા નહીં મળે. આ ભારતની બહુ ખરાબ ચાલ છે. સ્પોર્ટ્સથી સ્પેસ સુધી ચાલી રહેલા આ જિંગોઇઝમ માટે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑથોરિટીની આપણે ટીકા કરવી જોઈએ.’

આ પણ વાંચો : ઇંગ્લેન્ડના પુર્વ ક્રિકેટર એન્ડ્રુ સ્ટોર્સ અને જેફ્રી બોયકોટને નાઇટહુડથી સન્માનિત કરાશે

શ્રીલંકાના ખેલપ્રધાન હેરિન ફર્નાન્ડોએ પોતાના ખેલાડીઓનો પક્ષ લેતાં કહ્યું હતું કે ‘ખેલાડીઓ સુરક્ષાને લઈને ચિંતિત હતા. તેઓ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને તેમને સમજાવશે કે ટીમને ત્યાં પૂરેપૂરી સુરક્ષા આપવામાં આવશે.’

sri lanka pakistan cricket news sports news