ઇંગ્લેન્ડના પુર્વ ક્રિકેટર એન્ડ્રુ સ્ટોર્સ અને જેફ્રી બોયકોટને નાઇટહુડથી સન્માનિત કરાશે

Published: Sep 10, 2019, 22:15 IST | Mumbai

ઇંગ્લેન્ડના પુર્વ ક્રિકેટર એન્ડ્રુ સ્ટોર્સ અને જેફ્રી બોયકોટ નાઇટહુડની ઉપાધિથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સોમવારે બંને ક્રિકેટર્સને 'સર'ની ઉપાધિ આપવામાં આવી હતી.

એન્ડ્રુ સ્ટોર્સ અને જેફ્રી બોયકોટ નાઇટહુડની ઉપાધિથી સમ્માનિત કરાશે
એન્ડ્રુ સ્ટોર્સ અને જેફ્રી બોયકોટ નાઇટહુડની ઉપાધિથી સમ્માનિત કરાશે

Mumbai : ઇંગ્લેન્ડ ક્રિકેટ માટે સારા સમાચાર છે. પુર્વ ક્રિકેટર એન્ડ્રુ સ્ટોર્સ અને જેફ્રી બોયકોટ નાઇટહુડની ઉપાધિથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સોમવારે બંને ક્રિકેટર્સને 'સર'ની ઉપાધિ આપવામાં આવી હતી. બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી થેરેસા મેએ રાજીનામુ આપતી વખતે બંનેને નાઇટહૂડથી સમ્માનિત કરવાનું એલાન કર્યું હતું. સ્ટ્રોસે 2004થી 2012 દરમિયાન 100 ટેસ્ટમાં 7,037 રન કર્યા હતા. તે 2009 અને 2010-11માં એશિઝ જીતનાર ઇંગ્લિશ ટીમનો કપ્તાન હતો. સ્ટ્રોસ માઈક ગેટિંગ પછી (1986-87) પછી ઓસ્ટ્રેલિયામાં એશિઝ જીતનાર ઇંગ્લેનનો બીજો કેપ્ટન છે.

 

એન્ડ્રુ સ્ટ્રોસે વર્લ્ડકપ ઇંગ્લેન્ડ જીતનાર ઇંગ્લેન્ડની ટીમ બનાઈ હતી

સ્ટ્રોસ 2015થી 2018 સુધી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ડાયરેક્ટર હતો. તેણે 2015ના વર્લ્ડ કપ પછી ઓઇન મોર્ગનને કપ્તાન તરીકે જાળવી રાખવામાં આવે તેવો મત રજૂ કર્યો હતો. તે પછી સ્ટ્રોસ અને મોર્ગને વર્લ્ડ કપ માટે બનાવી હતી અને આ વર્ષે ઇંગ્લેન્ડ પહેલી વાર કપ જીત્યું હતું.


બોયકોટને ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ ઓપનર્સમાંથી એક માનવામાં આવે છે

જેફ્રી બોયકોટને ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ ઓપનર્સમાંથી એક માનવામાં આવે છે. તેમણે 1964થી 1982 સુધી 47.72ની એવરેજથી 8,114 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રમુખ હેરિસને બોયકોટના વખાણ કરતા કહ્યું કે, બોયકોટને ટીમના લાંબા કરિયર અને રમત પ્રતિ સમપર્ણ માટે સમ્માનિત કરવામાં આવે છે. બોયકોટ પ્રધાનમંત્રી થેરેસા મેના ફેવરિટ ક્રિકેટર હતા. થેરેસાએ ઘણી વખત તેમના વખાણ કર્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK