પાકિસ્તાનને ઘર આંગણે ક્લિન સ્વિપ આપી શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ

10 October, 2019 12:57 PM IST  |  મુંબઈ

પાકિસ્તાનને ઘર આંગણે ક્લિન સ્વિપ આપી શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ

ઓશાદા ફર્નાન્ડો

પાકિસ્તાન ટૂર પર ગયેલી શ્રીલંકાની ટીમે ગઈ કાલે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મૅચમાં યજમાન ટીમને ઘરઆંગણે ક્લિન સ્વિપ આપી પોતાનો પ્રવાસ પૂરો કર્યો હતો. શ્રીલંકાએ આપેલા ૧૪૭ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનની ટીમ ૬ વિકેટે ૧૩૪ રન કરી શકી હતી.

ટોસ જીતીને પહેલા બૅટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ધાર્યા મુજબ નહોતી રહી અને ૩૦ રન પર ત્રણ વિકેટ્સ ગુમાવી બેસી હતી. આમ છતાં ઓશાદા ફર્નાન્ડોએ ૧૬૨.૫૦ની સ્ટ્રાઇક રેટથી આઠ બાઉન્ડરી અને ત્રણ સિક્સરની મદદથી ૪૮ બૉલમાં નાબાદ ૭૮ રનની ઇનિંગ રમી ટીમના સ્કોરને ૧૪૭ રન સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ઓશાદા ઉપરાંત ટીમનો કોઈપણ પ્લેયર ૧૫ રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. મોહમ્મદ આમીરે ચાર ઓવરમાં ૨૭ રન આપી સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી.

મહેમાન ટીમે આપેલા ૧૪૮ રનના ટાર્ગેટને પ્રાપ્ત કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે પહેલી ઇનિંગના પહેલા જ બૉલ પર ફખર ઝમાનના રૂપમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી હતી. વનડાઉન આવેલા બાબર આઝમે હરીસ સોહૈલ સાથે મળીને બીજી વિકેટ માટે ૭૬ રનની ઇનિંગ રમી હતી. હરીસ ૫૦ બૉલમાં ૫૨ રન કરી વનીંદુ હસનરંગાનો શિકાર બન્યો હતો. મહેમાન ટીમવતી સૌથી વધારે ત્રણ વિકેટ વનીંદુ હસનરંગાએ લીધી હતી.

આ પણ વાંચો : સ્ટોક્સની પત્નીએ પોતાને માર મારવાની વાતનો રદીયો આપ્યો

પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લૅયર ઑફ ધ સિરિઝ માટે વાનિંદુ હસરંગાને પસંદ કરવામાં આવ્યો છે. આ ટી૨૦ સાથે વન-ડે શ્રીલંકાએ વન-ડે સિરીઝની હારનો બદલો વાળીને પોતાનો પાકિસ્તાનનો પ્રવાસ સુપેરે પૂરો કરી લીધો છે.

sri lanka pakistan cricket news sports news