Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્ટોક્સની પત્નીએ પોતાને માર મારવાની વાતનો રદીયો આપ્યો

સ્ટોક્સની પત્નીએ પોતાને માર મારવાની વાતનો રદીયો આપ્યો

10 October, 2019 12:52 PM IST | લંડન

સ્ટોક્સની પત્નીએ પોતાને માર મારવાની વાતનો રદીયો આપ્યો

બેન સ્ટોક્સ પત્ની સાથે

બેન સ્ટોક્સ પત્ની સાથે


ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમનો પ્લેયર બેન સ્ટોક્સ ફરી એક વખત વિવાદમાં ફસાયો છે. તેના પર તેની પત્ની સાથે મારપીટનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ મામલો વાયુવેગે ફેલાય એ પહેલાં જ તેની પત્ની ક્લેયરે આ વાતને રદીયો આપ્યો છે. એક ફૉરેન વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરાયેલા સમાચાર મુજબ બેન સ્ટોક્સે તેની પત્નીનું ગળું દબાવવાની કોશિશ કરી હતી. આ સમાચાર વિશે પોતાનો મત જણાવતાં ક્લેયરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ‘આ વાત સાવ ખોટી છે. મને ખબર નથી પડતી લોકો વાતનું વતેસર કેમ કરે છે. હું અને બેન એકબીજાના મોઢા સાથે મસ્તી કરી રહ્યાં હતાં જે અમારો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે, પણ લોકો આ વાતને પોતાના માટે એક ક્રેઝી સ્ટોરીમાં ફેરવી નાખવાના પ્રયાસ કરે છે. જોકે બાદમાં અમે મેકડોનાલ્ડ્‌સમાં પણ ગયાં હતાં.’

આ પણ વાંચો : સિરીઝ પર કબજો મેળવવા મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા



આ મામલો પ્રોફેશનલ ક્રિકેટર્સ અસોસિએશન અવૉર્ડ દરમ્યાન લેવાયેલી એક તસવીરથી જોડાયેલો છે જેમાં સ્ટોક્સનો હાથ તેની પત્નીના ગળા પર છે. આ ફોટો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જે બાદ સ્ટોક્સની પત્ની ક્લેયરે સ્પષ્ટતા કરવી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2019 12:52 PM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK