વિકેટ બચાવીને ટીમ માટે રમવું મારી પ્રાયોરિટી છે : સંજુ સૅમસન

28 November, 2019 12:10 PM IST  |  New Delhi

વિકેટ બચાવીને ટીમ માટે રમવું મારી પ્રાયોરિટી છે : સંજુ સૅમસન

સંજુ સૅમસન

શિખર ધવન વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાંથી બહાર થતાં સંજુ સૅમસનને તેના સ્થાને લાવવામાં આવ્યો છે. જોકે સંજુ અને તેની ગેમની સુસંગતતા ન હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો હતો. આ વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં સંજુએ કહ્યું હતું કે ‘મેં ક્યારે આ વિશે વિચાર્યું પણ નહોતું. મેં મારામાં જે વાત નોટિસ કરી છે એ પ્રમાણે હું થોડો અલગ પ્રકારનો પ્લેયર છું. હું મેદાનમાં જઈને બોલરને ડોમિનેટ કરવા ઇચ્છું છું તો એ પ્રમાણે રમું છું. જો મારી ગેમથી હું ઓછું પર્ફોર્મ કરું તો મારી બૅટિંગ સ્ટાઇલને એના લીધે અસર થાય છે. હું જેટલી બને એટલી ગેમ સિમ્પલ રાખવાનો પ્રયાસ કરતો હોઉં છું અને જ્યારે મને તક મળે છે ત્યારે હું સ્કોરને આગળ લઈ જાઉં છું.

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20માં ઈજાને કારણે નહીં રમે શિખર

જો મને પાંચ ઇનિંગ્સ રમવા મળે તો મારી ટીમને જિતાડવા હું એક-બે ઇનિંગ્સમાં મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરીશ. મારી ગેમમાં સુસંગતતા હોય તો એનાથી મૅચ ન જીતી શકાય. એક આઉટસ્ટેન્ડિંગ ઇનિંગ રમીને મારી ટીમને જીત અપાવવી વધુ મહત્વની છે.’

sanju samson cricket news sports news