વૉર્નરની એક સારી ઇનિંગ અમને ઍશિઝ જીતવામાં મદદરૂપ થશે : જસ્ટિન લૅન્ગર

12 September, 2019 12:04 PM IST  |  લંડન

વૉર્નરની એક સારી ઇનિંગ અમને ઍશિઝ જીતવામાં મદદરૂપ થશે : જસ્ટિન લૅન્ગર

કોચ જસ્ટિન લૅન્ગર

ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૅન્ગરે આઉટ ઑફ ફોર્મ ડેવિડ વૉર્નરને સપોર્ટ કરતાં કહ્યું હતું કે ડેવિડ વૉર્નર પાંચમી અને છેલ્લી ઍશિઝ ટેસ્ટમાં સારું પર્ફોર્મ કરશે અને તેની ઇનિંગ અમને સિરીઝ જીતવામાં મદદરૂપ થશે. વૉર્નર વર્તમાન સિરીઝની ૮ ઇનિંગ્સમાં ફક્ત ૭૯ રન બનાવી શક્યો છે. છેલ્લી ૩ ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થનાર વૉર્નર સીમર સ્ટુઅર્ટ બ્રોડ સામે ૬ વખત આઉટ થઈ ચૂક્યો છે.

આ પણ વાંચો : 18 વર્ષના ઇંતેજાર પછી ઇંગ્લૅન્ડમાં ઍશિઝ સિરીઝ જીતવા આતુર ઑસ્ટ્રેલિયા

આ વિશે લૅન્ગરે કહ્યું હતું કે ‘વૉર્નર માટે આ ઍશિઝ સિરીઝ સારી રહી નથી અને આ કંઈ સીક્રેટ નથી પણ તે વર્લ્ડ-ક્લાસ પ્લેયર છે અને હું સમગ્ર સિરીઝ દરમ્યાન કહેતો આવ્યું છું કે તેની એક સારી ઇનિંગ અમારી ટીમને ઍશિઝ જીતવામાં મદદરૂપ થશે. તે મૅચ-વિનર છે અને સસ્પેશન પછી તેણે બ્રિલિયન્ટ પર્ફોર્મ કર્યું છે. ફોર્મ પાછું મેળવવા ઓવલથી સારું કોઈ ગ્રાઉન્ડ નથી.’

australia cricket news sports news