ઉમર અકમલ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી સસ્પેન્ડ

21 February, 2020 04:12 PM IST  |  Mumbai Desk

ઉમર અકમલ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી સસ્પેન્ડ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઉમર અકમલ વિરુદ્ધ ભ્રષ્ટચાર વિરોધી તપાસ પડતર હોવાથી તાત્કાલિક અસરથી તેને ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી સસ્પેન્ડ કર્યો છે. ઉમર અકમલ સામે પીસીબીના અ.ન્ટિ-કરપ્શન યુનિટ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાથી તે કોઈ પણ પ્રકારની ક્રિકેટમાં કે એટલે કે ક્રિકેટનાં કોઈ પણ ફૉર્મેટમાં ભાગ લઈ શકશે નહીં એમ બોર્ડે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. તેની સામે તપાસ થઈ રહી છે, પીસીબી આ અંગે વધુ કંઈ પણ ટિપ્પણી કરશે નહીં. અકમલ દ્વારા કઈ બાબત વિશે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એ અંગે કોઈ ચોક્કસ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો નથી.

દરમિયાન અકમલની પીએસએલ ટીમ ક્વેટા ગ્લેડિયેટર્સે ગુરુવારથી શરૂ થવા જઈ રહેલી ૨૦૨૦ની એડિશન અગાઉ તેની જગ્યાએ અન્ય ખેલાડીને બદલવા માટે અરજી કરવા પરવાનગી માગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૯ વર્ષના પાકિસ્તાની ખેલાડી અકમલ છેલ્લે ઑક્ટોબરમાં પાકિસ્તાન વતી રમ્યો હતો. તે પાકિસ્તાન વતી ૧૬ ટેસ્ટ મેચ, ૧૨૧ વન-ડે અને ૮૪ ટી૨૦ રમ્યો છે.

sports sports news cricket news