1 રાતમાં કંઈ બદલાતું નથી, ઇન્ડિયન બોલિંગ હજી વર્લ્ડ ક્લાસ છે:મૅક્ગ્રા

27 February, 2020 04:13 PM IST  |  Mumbai Desk

1 રાતમાં કંઈ બદલાતું નથી, ઇન્ડિયન બોલિંગ હજી વર્લ્ડ ક્લાસ છે:મૅક્ગ્રા

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્લેયર ગ્લેન મૅક્ગ્રાનું કહેવું છે કે ભારતીય બોલિંગ અટૅક હજી પણ વર્લ્ડ ક્લાસ છે. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચ ભારતે ૧૦ વિકેટે ગુમાવી હતી. ત્યાર બાદ ભારતીય બોલરોની વાત કરતાં અભિપ્રાય આપતાં મૅક્ગ્રાએ કહ્યું હતું કે ‘ભારતીય ટીમની બોલિંગ લાઇનઅપમાં મને હજી પણ વિશ્વાસ છે. ટીમના ઘણા પ્લેયરો ઇન્જરીમાંથી ફરી બેઠા થયા છે. ઇશાન્ત શર્માએ ઇન્જરી બાદ કમબૅક કર્યું અને પાંચ વિકેટ લીધી. અશ્વિન પણ ત્રણ વિકેટ લઈ ગયો. ઇન્જરીમાંથી પાછા આવ્યા બાદ બુમરાહે પણ એક અને મોહમ્મદ શમીએ પણ એક વિકેટ મેળવી હતી. ઇન્ડિયન ક્રિકેટ ટીમનો બોલિંગ અટૅક જોરદાર છે અને એમાં કોઈ ડાઉટ નથી. એક જ રાતમાં કંઈ નથી થતું. ટૉસ પણ ટીમની જીત-હારમાં અગત્યનો ભાગ ભજવતો હોય છે જેના લીધે સીધી અસર મૅચનાં પરિણામ પર જોવા મળે છે.’

sports sports news cricket news