ઑસ્ટ્રેલિયા સામે વાઇટવૉશથી બચવા માટે ઝઝૂમશે ન્યુ ઝીલૅન્ડ

03 January, 2020 04:20 PM IST  |  Mumbai Desk

ઑસ્ટ્રેલિયા સામે વાઇટવૉશથી બચવા માટે ઝઝૂમશે ન્યુ ઝીલૅન્ડ

બુશફાયર્સના ફાયરફાઇટર્સને ટ્રિબ્યુટ આપશે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડના પ્લેયર્સ

ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ મૅચ આજથી શરૂ થઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા ૨-૦થી આગળ છે. તેમની સામે વાઇટવૉશથી બચવા ન્યુ ઝીલૅન્ડ તેની તમામ તાકાત લગાવી દેશે. મિચેલ સ્ટાર્ક અને ટ્રેવિસ હેડને અનુક્રમે પહેલી અને બીજી ટેસ્ટ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ મળ્યો હતો. ત્રીજી મૅચમાં ટીમ પેઇની તેની ટીમમાં બદલાવ કરવા નથી ઇચ્છતો. જોકે આજે સવારે પિચનું નિરીક્ષણ કર્યા બાદ બીજો સ્પિનર ટીમમાં લેવો કે નહીં એનો નિર્ણય લેવામાં આવશે. જો બે સ્પિનર રમાડવામાં આવશે તો આ મૅચ દ્વારા પહેલી વાર ઇન્ટરનૅશનલ લેવલ પર મિત્ચ સ્વેપ્સનને રમાડવામાં આવશે. જોકે તેમની પાસે મારન્સ લેબુચેગ્ને પાર્ટ-ટાઇમ સ્પિનર પણ છે, જેણે ૧૨ ટેસ્ટમાં ૧૩ વિકેટ લીધી છે.

સામા પક્ષે ન્યુ ઝીલૅન્ડ મોટો સ્કોર પાર કરવામાં નબળી સાબિત થઈ છે, જેની સામે તેણે કામ કરવાનું રહેશે. કેન વિલિયમસનના નેજા હેઠળ રમી રહેલી આ ટીમે દરેક ડિપાર્ટમેન્ટમાં નોંધનીય પર્ફોર્મ કરી પોતાને ક્લીન સ્વિપથી બચાવવામાં આજે મેદાનમાં ઊતરવું પડશે. જોકે તેમને માટે સૌથી મોટો પ્રૉબ્લેમ છે હેલ્થનો. કેન વિલિયમસનને ફ્લુ થયો હોવાથી તે બુધવારે પ્રૅક્ટિસ નહોતો કરી શક્યો. આ સાથે જ હેન્રી નિકોલ્સની પણ એવી જ હાલત છે. તેમના સ્ટાર બૉલર ટ્રેન્ટ બોલ્ટને ઈજા થઈ હોવાથી તે ટીમમાંથી બહાર છે અને આ ન્યુ ઝીલૅન્ડ માટે એક સેટબૅક છે.

sports sports news australia new zealand