ન્યુ ઝીલૅન્ડ પહેલી ઇનિંગમાં ૨૫૧ રને ઑલઆઉટ

06 January, 2020 04:41 PM IST  |  Mumbai Desk

ન્યુ ઝીલૅન્ડ પહેલી ઇનિંગમાં ૨૫૧ રને ઑલઆઉટ

પાંચ વિકેટ લીધા બાદ દર્શકોનું અભિવાદન સ્વીકારતો નૅથન લાયન

ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે નૅથન લાયનની ધમાકેદાર બોલિંગને લીધે યજમાન ટીમે મૅચ પરની પકડ વધારે મજબૂત કરી લીધી છે. યજમાન ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં કરેલા ૪૫૪ રનના સ્કોર સામે ન્યુ ઝીલૅન્ડની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર ૨૫૧ રનમાં પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. ગ્લેન ફિલિપ્સ સિવાય કિવી ટીમનો કોઈ પ્લેયર હાફ સેન્ચુરી સુધી પહોંચી શક્યો નહોતો. ગ્લેન બાવન રન બનાવીને આઉટ થયો હતો. કૅપ્ટન ટૉમ લેધમ હાફ સેન્ચુરીથી એક રન ચૂકી ગયો હતો અને પૅટ કમિન્સનો શિકાર બન્યો હતો. 

ન્યુ ઝીલૅન્ડની ટીમને ધ્વસ્ત કરવામાં ખરી રીતે નૅથન લાયને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પહેલી ઇનિંગમાં ૩૦.૪ ઓવર નાખીને કુલ ૬૮ રન આપ્યા હતા અને પાંચ વિકેટ ખેરવી હતી. માર્નસ લબુશેનની ૨૧૫ રનની ધુઆંધાર પારી બાદ નૅથને ન્યુ ઝીલૅન્ડના પ્લેયરોને હેરાન કરી મૂક્યા હતા. બીજી ઇનિંગમાં રમવા આવેલી ઑસ્ટ્રેલિયન ટીમે મૅચના ત્રીજા દિવસે વગર વિકેટે ૪૦ રન બનાવ્યા હતા અને મહેમાન ટીમ પર કુલ ૨૪૩ રનની લીડ બનાવી લીધી છે.

new zealand australia cricket news sports news sports