કોહલીની બેટિંગનાં વખાણ કર્યાં આફ્રિદીએ

20 September, 2019 11:36 AM IST  |  નવી દિલ્હી

કોહલીની બેટિંગનાં વખાણ કર્યાં આફ્રિદીએ

શાહિદ આફ્રિદી

સાઉથ આફ્રિકા સામેની ટી૨૦માં વિરાટ કોહલની બેટિંગનાં ઘણાં વખાણ કર્યાં છે શાહિદ આફ્રિદીએ. પહેલી મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બીજી મૅચમાં કોહલીએ ૭૨ રન નૉટ-આઉટ રહીને ઇન્ડિયાને જીત અપાવી હતી. આ મૅચમાં કોહલીએ ચાર બાઉન્ડરી અને ત્રણ સિક્સર મારી હતી. આ વિશે ભૂતપૂર્વ પાકિસ્તાની ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ટ્વીટ કર્યું હતું, ‘વિરાટ કોહલી, તું ખરેખર અદ્ભુત પ્લેયર છે. તને હંમેશાં સફળતા મળતી રહે. દુનિભરના ક્રિકેટ-ફૅન્સને તું મનોરંજન પૂરું પાડતો રહે.’

વિરાટભૈયા સતત હાઈ-સ્કોર કરે એ વિશ્વાસ બહારની વાત છે : ચાહર

દીપક ચાહરને વિશ્વાસ નથી બેસતો કે વિરાટ કોહલી સતત આટલો વધુ સ્કોર કેવી રીતે કરી શકે છે. કોહલી ૭૨ રન કરી ટી૨૦માં સૌથી વધુ રન બનાવનારો દુનિયાનો પ્રથમ ક્રમનો પ્લેયર બન્યો છે. અત્યાર સુધી આ રેકૉર્ડ ૨૪૩૪ રન સાથે રોહિત શર્માના નામે હતો જે હવે ૨૪૪૧ રન સાથે કોહલીએ પોતાના નામે કરી લીધો છે તેમ જ કોહલી એકમાત્ર એવો પ્લેયર છે જેનો ટેસ્ટ, વન-ડે અને ટી૨૦માં ઍવરેજ સ્કોર ૫૦ની ઉપર હોય. આ વિશે જણાવતાં દીપક ચાહરે કહ્યું હતું કે ‘મને વિશ્વાસ નથી થતો કે વિરાટભૈયા કેવી રીતે સતત આટલો વધુ સ્કોર કરી શકે છે. તેઓ નેક્સ્ટ લેવલ પ્લેયર છે.’

આ પણ વાંચો : વિરાટ કોહલીએ આફ્રિકા સામેની બીજી ટી20માં બનાવ્યા અનેક રેકોર્ડ

ડેથ ઓવરમાં દીપકે ખૂબ સારો પર્ફોર્મન્સ આપ્યો હતારે. તેણે ચાર ઓવરમાં ૨૨ રન આપીને બે વિકેટ લીધી હતી. આ વિશે પૂછતાં દીપકે કહ્યું હતું કે ‘ડેથ ઓવરમાં બોલિંગ કરવાનું મને ખૂબ સરળ લાગે છે, કારણ કે પાવરપ્લેમાં ફક્ત બે પ્લેયરો સર્કલની બહાર હોય છે. જોકે પાવરપ્લે બાદ સર્કલની બહાર પાંચ પ્લેયર હોય છે અને એથી જ મને એ સરળ લાગે છે.’

shahid afridi virat kohli south africa india cricket news sports news