ગપ્ટિલ અને ફાસ્ટ બોલરોને કારણે ન્યૂ ઝીલૅન્ડે મેળવી ૧-૦થી લીડ

14 February, 2019 10:40 AM IST  | 

ગપ્ટિલ અને ફાસ્ટ બોલરોને કારણે ન્યૂ ઝીલૅન્ડે મેળવી ૧-૦થી લીડ

નેપિયરના મૅક્લીન પાર્કમાં બંગલા દેશ સામે રમાયેલી ૩ મૅચની વન-ડે સિરીઝની પહેલી મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ માર્ટિન ગપ્ટિલના ૧૧૬ બૉલમાં નૉટઆઉટ ૧૧૭ રનની મદદથી ૮ વિકેટથી ૩૩ બૉલ બાકી રાખીને આસાન વિજય મેળવ્યો હતો. ટૉસ જીતીને બંગલા દેશના કૅપ્ટન મશરફે ર્મોતઝાએ પહેલાં બૅટિંગ કરવાનો નર્ણિય લીધો હતો જેને ટ્રેન્ટ બોલ્ટ અને મૅટ હેન્રીએ ખોટો પાડ્યો હતો. બંગલા દેશનો સ્કોર ૪૨ રનમાં ૪ અને ૭૧ રનમાં પાંચમી વિકેટ ગુમાવ્યા પછી મોહમ્મદ મિથુને ૬૨ અને મોહમ્મદ સૈફુદ્દીને ૪૧ રનની કીમતી ઇનિંગ્સ રમી હતી. પ્રવાસી ટીમ ૪૮.૫ ઓવરમાં ૨૩૨ રનમાં ઑલઆઉટ થઈ હતી. ટ્રેન્ટ બોલ્ટ ૪૦ રનમાં ૩ વિકેટ લઈને સૌથી ઇકૉનૉમિકલ બોલર રહ્યો હતો.

આ પણ વાંચોઃ સમલૈંગિક ટિપ્પણી કરવા મામલે ગેબ્રિયલ પર લાગ્યો ચાર મેચનો બેન

ભારત સામેની સિરીઝમાં ન રમેલા ઓપનર માર્ટિન ગપ્ટિલ અને હેન્રી નિકોલ્સે (૫૩) ૨૨.૩ ઓવરમાં ૧૦૩ રનની પાર્ટનરશિપ કરીને બંગલા દેશની ચમત્કારની આશા ખતમ કરી હતી. કેન વિલિયમસન ૧૧ અને રૉસ ટેલરે નૉટઆઉટ ૪૫ રન બનાવીને સિરીઝમાં ૧-૦ની લીડ અપાવી હતી. માર્ટિન ગપ્ટિલે ૧૧૬ બૉલમાં ૮ ફોર અને ૪ સિક્સની મદદથી ૧૧૭ રન બનાવ્યા હતા. મેહદી હસન અને મહમદુલ્લાએ એક-એક વિકેટ લીધી હતી.

new zealand bangladesh cricket news sports news