મારી દીકરીઓ બહાર જઈને ન રમી શકે : શાહિદ આફ્રિદી

13 May, 2019 12:39 PM IST  |  કરાચી

મારી દીકરીઓ બહાર જઈને ન રમી શકે : શાહિદ આફ્રિદી

શાહિદ આફ્રિદી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઑલ-રાઉન્ડર શાહિદ આફ્રિદીએ કહ્યું કે તે તેની ચારેય દીકરીઓને બહાર જઈને રમવાની ના પાડે છે. તેણે પોતાની આત્મકથા ‘ગેમ-ચેન્જર’માં લખ્યું છે કે તે ‘સામાજિક અને ધાર્મિક કારણોસર’ પોતાની ચારે દીકરીઓ અંશા, અજબા, અસમારા અને અકસાને બહાર જઈને રમવાની પરવાનગી નથી આપતો.

તેણે મીડિયાને કહ્યું, ‘નારીવાદી લોકોને તેના નિર્ણય વિશે જે બોલવું હોય એ બોલી શકે છે. મારી દીકરીઓ ફક્ત ઇન્ડોર ગેમ્સ રમી શકે છે. અજબા અને અસમારા સૌથી નાની છે, તેને ડ્રેસ-અપ રમવું ગમે છે. ઘરમાં તેને દરેક ગેમ રમવાની છૂટ છે, પણ હું તેમને ક્રિકેટ કે કોઈ પણ આઉટડોર ગેમ બહાર જઈને નહીં રમવા દઉં.’

આ પણ વાંચો : સેહવાગની આ સીઝનની બેસ્ટ આઇપીએલ ઇલેવનમાં ધોની-કોહલી બન્ને ગાયબ

તેણે પોતાની આત્મકથામાં કાશ્મીરનો વિષય, તેની ઉંમરનું રહસ્ય, બીજા પાકિસ્તાની ખેલાડીઓની આલોચના, ૨૦૧૦ના સ્પોટ ફિક્સિંગ કાંડ વિશે અને ગૌતમ ગંભીર સાથેના ઝઘડાના વિષયો સામેલ છે.

shahid afridi cricket news sports news