સેહવાગની આ સીઝનની બેસ્ટ આઇપીએલ ઇલેવનમાં ધોની-કોહલી બન્ને ગાયબ

Published: May 13, 2019, 12:32 IST | નવી દિલ્હી

વીરુ કહે છે, મોટાં નામ કરતાં તેણે પોતાની ટીમમાં પર્ફોર્મન્સને મહત્વ આપ્યું છે

વીરેન્દર સેહવાગ
વીરેન્દર સેહવાગ

આઇપીએલની ૧૨મી સીઝન ગઈ કાલે મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની ફાઇનલ મૅચ સાથે સમાપ્ત થઈ હતી, પણ એ પહેલાં ભારતના ભૂતપૂર્વ આક્રમક ઓપનર અને ક્રિકેટ-એક્સપર્ટ વીરેન્દર સેહવાગે પોતાની આ સીઝનની બેસ્ટ આઇપીએલ ઇલેવન જાહેર કરી હતી, જેમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ઇન-ફૉર્મ ધુરંધરોને સ્થાન આપ્યું નહોતું. તેણે પોતાની ટીમનો કૅપ્ટન ડેવિડ વૉર્નરને બનાવ્યો હતો.

તેણે કહ્યું કે ‘મેં મારી ટીમમાં મોટાં નામ કરતાં ટુર્નામેન્ટમાં તેમની રમત અને પર્ફોર્મન્સના આધારે ખેલાડીઓ સિલેક્ટ કર્યા છે. ૪ વિદેશી ખેલાડીઓમાં હૈદરાબાદના બન્ને ઓપનર ડેવિડ વૉર્નર અને જૉની બેરસ્ટો, કલક્તાનો ઑલરાઉન્ડર ઍન્દ્રે રસેલ અને દિલ્હી વતી ૨૫ વિકેટ લેનાર કેગિસો રબાડાને સામેલ કર્યો છે. ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન અને જૉની બેરસ્ટો, જ્યારે વન-ડાઉન લોકેશ રાહુલ રહેશે. ચોથા ક્રમે ડેવિડ વૉર્નર બૅટિંગ કરશે. મેં વૉર્નરને ઓપનિંગમાં અને મિડલ-ઑર્ડર બન્ને સ્લૉટમાં બૅટિંગ કરતો જોયો છે. તે બન્ને સ્થાને સારું પફોર્ર્મ કરે છે. તે એક સ્માર્ટ ક્રિકેટર છે. બધા વિચારતા હશે કે મેં ટીમમાં કોહલી કે એબી ડિવિલિયર્સને કેમ ન લીધા. મેં મારી ટીમ જે-તે ખેલાડીના પર્ફોર્મન્સ પ્રમાણે બનાવી છે.

આ પણ વાંચો : IPL 2019: સચિને કહ્યું કેમ મુંબઈ સામે ફાનઈલ હારી ચેન્નઈ

સેહવાગની આઇપીએલ-૧૨ની બેસ્ટ ઇલેવન: શિખર ધવન, જૉની બેરસ્ટો, લોકેશ રાહુલ, ડેવિડ વૉર્નર (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ઍન્દ્રે રસેલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ગોપાલ, કેગિસો રબાડા, રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK