ફાસ્ટ બોલર-ઑલરાઉન્ડરની ટીમને જરૂર : મિતાલી

02 February, 2019 09:20 AM IST  | 

ફાસ્ટ બોલર-ઑલરાઉન્ડરની ટીમને જરૂર : મિતાલી

મિતાલી રાજ

ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં પરાજય બાદ કૅપ્ટન મિતાલી રાજે કહ્યું હતું કે ‘મિડલ ઑર્ડરે બૅટિંગમાં સુધારો કરવાની જરૂર છે. વળી જ્યારે સ્પિનરો સારું પ્રદર્શન ન કરી શકતી હોય એવા સંજોગોમાં ફાસ્ટ બોલરોનો સર્પોટ મળવો જરૂરી છે. ઝુલન ગોસ્વામી જેવી બોલર તો છે, પરંતુ ટીમને એક ફાસ્ટ બોલર-ઑલરાઉન્ડની જરૂર છે, કારણ કે જ્યાં સ્પિનરો સારું પ્રદર્શન ન કરી શકે એવા સંજોગોમાં એ ટીમના બૅલૅન્સને જાળવવામાં મહત્વની સાબિત થઈ શકે છે.’

આ પણ વાંચો: IND VS NZ: ભારત વુમન્સ ટીમની 8 વિકેટે હાર

ગઈ કાલે મિતાલી ૨૦૦ વન-ડે રમનારી પહેલી મહિલા ક્રિકેટર બની હતી. ૩૬ વર્ષની આ ક્રિકેટરે વન-ડેમાં ૫૧.૩૩ની ઍવરેજથી સૌથી વધુ ૬૬૨૨ રન કર્યા છે જેમાં સાત સેન્ચુરીનો પણ સમાવેશ છે. ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી વન-ડેમાં તેણે નૉટઆઉટ ૬૩ રન કર્યા હતા. મિતાલીએ ૧૯૯૯માં ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો તેમ જ ભારત અત્યાર સુધી કુલ ૨૬૩ વન-ડે રમ્યું છે એ પૈકી મિતાલી ૨૦૦ વન-ડે રમી છે. આ ઉપરાંત તેણે ૧૦ ટેસ્ટ અને ૮૫ T૨૦ પણ રમી છે.

mithali raj cricket news sports news