બીજી ટેસ્ટ મેૅચમાં ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 366 રનથી હરાવ્યું

05 February, 2019 10:18 AM IST  | 

બીજી ટેસ્ટ મેૅચમાં ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 366 રનથી હરાવ્યું

સૂપડાં સાફ : ગઈ કાલે કૅનબેરામાં ટ્રોફી સાથે ઑસ્ટ્રેલિયાની ટીમ.

ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની પાંચ વિકેટને કારણે ઑસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં શ્રીલંકાને ૩૬૬ રનથી હરાવી બે મૅચની સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. ઑસ્ટ્રેલિયાના ૫૧૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાએ ચોથા દિવસની શરૂઆત વિના વિકેટ ૧૭ રનથી કરી હતી, પરંતુ સમગ્ર ટીમ ૫૧ ઓવરમાં ૧૪૯ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ. સ્ટાર્કે ૪૬ રન આપીને પાંચ અને મૅચમાં ૧૦૦ રન આપીને ૧૦ વિકેટ લીધી હતી, જે માટે તેને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. પૅટ કમિન્સે પણ સ્ટાર્કને સાથ આપતાં ૧૫ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ઝાય રિચર્ડસન અને માર્નસ લાબુશેનને એક-એક વિકેટ મળી હતી.

શ્રીલંકા તરફથી કુસાલ મેન્ડિસે સૌથી વધુ ૪૨ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ચંદીમલના સ્થાને કરુણારત્નેને બનાવાશે નવો કૅપ્ટન?

આ ઉપરાંત ઓપનર લાહિરુ થિરિમાનેએ (૩૦) રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સ પાંચ વિકેટે ૫૪૩ રન બનાવીને ડિક્લેર કરી હતી, જેના જવાબમાં શ્રીલંકા ૨૧૫ રનમાં જ ઑલઆઉટ થયું હતું. ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટે ૧૯૬ રન બનાવીને ડિક્લેર કરીને શ્રીલંકાને ૫૧૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

australia sri lanka test cricket cricket news