કોરોના વાઇરસને કારણે ચિંતા વ્યક્ત કરતો મેસી

16 March, 2020 11:55 AM IST  | 

કોરોના વાઇરસને કારણે ચિંતા વ્યક્ત કરતો મેસી

લિયોનેલ મેસી

કોરોના વાઇરસને કારણે ચિંતા વ્યક્ત કરતાં લિયોનેલ મેસીએ લોકોને ઘરે રહેવાની સલાહ આપી છે. દુનિયામાં અત્યાર સુધી ૫૦૦૦થી વધુ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે, જેમાં ઇન્ડિયાની બે વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. યુરોપમાં તમામ ફુટબૉલની ઇવેન્ટને સસ્પેન્ડ કરવામાં આવી હોવાથી મેસી હાલમાં તેની ફૅમિલી સાથે સમય પસાર કરી રહ્યો છે. તેનાં બે બાળકો સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં મેસીએ લખ્યું, ‘આ દરેક માટે ખૂબ ભયાનક સમય છે. આપણી આસપાસ શું થઈ રહ્યું છે એને લઈને આપણને ચિંતિત છીએ. આપણે લોકોની મદદ કરવા માગીએ છીએ. આ વાઇરસ ડાયરેક્ટ લોકોને અસર કરી રહ્યો છે અથવા તો હૉસ્પિટલમાં અથવા તો હેલ્થ સેન્ટરમાં આ વાઇરસ સાથે લડવા માટે કામ કરનારને પણ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિને એની સામે લડવાની તાકાત મળે એવી હું પ્રાર્થના કરું છું. હેલ્થ હંમેશાં પહેલાં આવે છે. આ ખૂબ ગંભીર સમય છે અને આપણે હેલ્થ ઑર્ગેનાઇઝર્સ અને પબ્લિક ઑથોરિટીની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. એનું પાલન કરીને જ આપણે યોગ્ય રીતે આ વાઇરસ સામે ફાઇટ કરી શકીએ છીએ. જવાબદાર વ્યક્તિ બનીને ઘરે રહેવાનો સમય આવી ગયો છે. ફૅમિલી-ટાઇમને એન્જૉય કરવાનો આ પર્ફેક્ટ સમય છે, જે આપણને ભાગ્યે જ મળે છે. આપણે આ પરિસ્થિતિમાંથી જલદી બહાર આવીશું એવી આશા રાખીએ.’

sports sports news cricket news lionel messi coronavirus