બીજી વાર સેન્ચુરી કરનારો બીજો ઇન્ડિયન ક્રિકેટર બન્યો મયંક અગરવાલ

11 October, 2019 12:55 PM IST  |  પુણે

બીજી વાર સેન્ચુરી કરનારો બીજો ઇન્ડિયન ક્રિકેટર બન્યો મયંક અગરવાલ

મયંક અગરવાલ

મયંક અગરવાલ ભારતનો બીજો ઓપનર બન્યો છે જેણે સતત બીજી વાર સેન્ચુરી મારી છે. ગુરુવારે પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસે મયંકે ૧૦૮ રન કર્યા હતા. તેણે પહેલી ટેસ્ટમાં ડબલ સેન્ચુરી કરી હતી. ૨૦૦૯-’૧૦માં વીરેન્દર સેહવાગે સાઉથ આફ્રિકા સામે સતત બે સેન્ચુરી કરી હતી. પહેલી ટેસ્ટમાં મેઇડન ટેસ્ટ-સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં કન્વર્ટ કરનારો તે ચોથો ઇન્ડિયન ક્રિકેટર બન્યો છે. બીજી ટેસ્ટમાં ૨૭૩ રનમાંથી ૧૦૮ રન મયંક અગરવાલના છે.

અગરવાલનો જબરદસ્ત આગાઝ

ઇન્ડિયાને પહેલા દિવસે ૮૫.૧ ઓવરમાં ૨૭૩ રનના સ્કોર સુધી પહોંચાડવા માટે મયંક અગરવાલની સેન્ચુરી આધારરૂપ બની છે. આ સાથે જ વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા બન્નેની ફિફટીને કારણે ઇન્ડિયન ટીમ સારો સ્કોર બનાવી શકી છે. ઇન્ડિયાએ બીજી ટેસ્ટના પહેલા દિવસે ત્રણ વિકેટના ભોગે ૨૭૩ રનનો સ્કોર કર્યો છે. સૌથી પહેલી વિકેટ રોહિત શર્માની પડી હતી અને તે ૧૪ રન બનાવીને આઉટ થયો હતો. ૫૮ રન કરી બીજી વિકેટ ચેતેશ્વર પુજારાની ગઈ હતી. પહેલી મૅચમાં ડબલ સેન્ચુરી કર્યા બાદ મયંક ૧૦૮ રન કરીને આઉટ થયો હતો. હાલમાં વિરાટ કોહલી ૬૩ રન અને અજિંક્ય રહાણે ૧૮ રન પર રમી રહ્યા છે. કોહલીએ ૯૧ બૉલમાં તેના કરીઅરની ૨૩મી ટેસ્ટ-ફિફ્ટી મારી હતી. સાઉથ આફ્રિકાના સ્ટાર બોલર કૅગિસો રબાડાએ ૧૮.૧ ઓવરમાં ૪૮ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. કેશવ મહારાજે સૌથી વધુ ૮૯ રન આપ્યા હતા. તેણે ૨૯ ઓવર નાખી હતી. કોહલી અને રહાણે આજે શું ખેલ દેખાડે છે એ જોવું રહ્યું.

india south africa cricket news sports news