નીલ વૅગનરની જગ્યા લેવા તૈયાર મૅટ હેનરી

20 February, 2020 01:51 PM IST  |  Mumbai Desk

નીલ વૅગનરની જગ્યા લેવા તૈયાર મૅટ હેનરી

ન્યુ ઝીલૅન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમના બોલર નીલ વૅગનરના કવર તરીકે મૅટ હેનરીને બોલાવવામાં આવ્યો છે. નીલને ત્યાં બાળકનો જન્મ થવાનો હોવાથી તેને ગમે ત્યારે જવું પડી શકે છે જેના કારણે તેના કવર તરીકે મૅટને બોલાવવામાં આ‍વ્યો છે. આ વિશે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે વાત કરતાં કહ્યું કે ‘બ્લૅક કૅપના ટેસ્ટ સ્ક્વૉડમાં નીલ વૅગનરના સ્થાને સામેલ કરવા મૅટ હેનરીને બોલાવવામાં આવ્યો છે. નીલ વૅગનર પોતાના બાળકના જન્મની રાહ જોઈ રહ્યો છે. હેનરી સાંજ સુધીમાં વેલિંગ્ટન પહોંચી જશે.’
જો પહેલી ટેસ્ટ મૅચમાં નીલ રમશે તો તેની સાથે કાયલ જેમિસનના ડેબ્યુની સંભાવના છે. હેનરી અત્યાર સુધી ૧૨ ટેસ્ટ મૅચ રમ્યો છે.

sports sports news cricket news