રાંચીને ધોનીની રિટર્ન ગિફ્ટ: હોમટાઉનમાં શરૂ કરી શકે છે ક્રિકેટ ઍકૅડેમી

27 October, 2019 12:17 PM IST  |  નવી દિલ્હી

રાંચીને ધોનીની રિટર્ન ગિફ્ટ: હોમટાઉનમાં શરૂ કરી શકે છે ક્રિકેટ ઍકૅડેમી

ધોની

મહેન્દ્ર સિંહ ધોની તેના હોમટાઉન રાંચીને ક્રિકેટ ઍકૅડેમી ગિફ્ટ કરે એવી ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે આગળ રમવું કે રિટાયરમેન્ટ લેવી એ અંગે ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જાતે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પણ આ બધા સમાચાર વચ્ચે બીજા એક એવા સમાચાર આવ્યા છે જે મુજબ તે પોતાના વતન રાંચીને રિટર્ન ગિફ્ટ આપવાની તૈયારી કરી રહ્યો છે. પ્લાનિંગ પ્રમાણે જો બધું બરાબર થશે તો નજીકનાં વર્ષોમાં રાંચીમાં ધોની પોતાની ઍકૅડેમીની નવી બ્રાન્ચ શરૂ કરી શકે છે.

આ પણ વાંચો : બંગલા દેશને મોટો ઝટકો: કૅપ્ટન શાકિબ-અલ-હસન પર થશે કાનૂની કાર્યવાહી

વાસ્તવમાં માહીના બાળપણના મિત્ર અને મૅનેજર મિહિર દિવાકર રાંચીમાં જમીનની શોધમાં છે અને તે મળી જતાં રાંચીને આવનારાં વર્ષોમાં ઍકૅડેમીના રૂપે ધોનીની રિટર્ન ગિફ્ટ મળી જશે. હાલની તારીખમાં નૅશનલ કૅપિટલ, પટના, બોકારો, નાગપુર, વારાણસી અને દેશનાં અન્ય શહેરોમાં ધોનીની ઍકૅડેમી કાર્યરત છે. ઇન્દોર ખાતે તેણે થોડા સમય પહેલાં જ ઍકૅડેમી શરૂ કરી હતી અને આવનારા કેટલાક મહિનાઓમાં સિલિગુડીને પણ ઍકૅડેમી મળી જશે. આ ઍકૅડેમી માટે ધોનીની ટીમ સ્થાનિક સ્કૂલો સાથે જોડાણ કરી રહી છે.

ms dhoni ranchi cricket news sports news