ધોની પર ગૌતમ ગંભીરે મૂક્યો આરોપ

17 November, 2019 09:32 PM IST  |  Mumbai Desk

ધોની પર ગૌતમ ગંભીરે મૂક્યો આરોપ

MS Dhoniની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2011માં 28 વર્ષ પછી બીજું વનડે વિશ્વ કપ ખિતાબ જીત્યો અને આ ભારતીય ક્રિકેટ ચાહક માટે કંઈ પણ ભૂલી શકાય તેવી ક્ષણ ન હતી. ધોનીએ 2007માં ટી20 વિશ્વ કપ ખિતાબ જીત્યો હતો અને તેના પછી આ સફળતાને કારણે તે ભારતના સૌથી સફળ કેપ્ટન પણ બન્યા. ધોમીની આ બન્ને જીતમાં જે એક વાત કૉમન હતી તે એ કે બન્ને વાર ફાઇવલ મેચમાં ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે શાનદાર બેટિંગ કરીને પોતાના દેશ માટે કરી હતી.

ગંભીર સારી બેટિંગ છતાં ન બન્યો મેન ઑફ ધ મેચ
ગૌતમ ગંભીરે ટી20 વિશ્વ કપ ફાઇનલ 2007માં 75 રનની બેટિંગ કરી હતી, પણ મેન ઑફ ધ મેચ બન્યા હતા ઇરફાન પઠાન જેમણે 16 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી તો તે 211 વનડે વિશ્વ કપ ફાઇનલમાં ગંભીરે 97 રનની બેટિંગ કરી હતી, પણ મેન ઑફ ધ મેચ ધોની તરીકે ધોનીની પસંદગી કરવામાં આવી જેમણે નોટઆઉટ 91 રન્સની બેટિંગ કરી હતી. આમ તો ગૌતમ ગંભીર ધોનીના અનેક નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે. જેમ કે 2012માં ઑસ્ટ્રેલિયામાં રમવામાં આવેલી સીબી સીરીઝ માટે તેમણે પોતાની રોટેશન નીતિ હેઠળ સચિન, સહેવાગ અને તેમને ડ્રૉપ કરી દીધા હતા. હવે ગંભીરે જણાવ્યું કે 2011 વિશ્વ કપ ફાઇનલમાં કેવી રીતે ધોનીની સલાહને કારણે તે પોતાનું અર્ધશતક પૂરું કરી શક્યો નહોતો.

ધોનીએ કર્યું મારું ધ્યાનભંગ
ગંભીરે જણાવ્યું તે હું પહેલા પણ કહી ચૂક્યો છું કે જ્યારે ફાઇનલમાં 97ના સ્કોર પર પહોંચી ચૂક્યો હતો ત્યારે હું મારા વ્યક્તિગત સ્કોર વિશે નહોતો વિચારતો. મારું ધ્યાન સંપૂર્ણપણે તે ટારગેટ પર હતું જે શ્રીલંકાએ અમને આપ્યો હતો. મને યાદ છે કે જ્યારે ઓવર પૂરી થઈ ત્યારે હું અને ધોની ક્રીઝ પર હતા. તેમણે મને કહ્યું કે ફક્ત ત્રણ રન્સ બચ્યા છે અને તું આ ત્રણ રન્સ પૂરા કરી લે અને તારું શતક પૂરું થઈ જશે. ગંભીરે કહ્યું કે જો ધોનીએ મને મારા સ્કોર વિશે યાદ ન અપાવ્યું હોત તો મેં સરળતાથી તે ત્રણ રન્સ પૂરા કરી લીધા હોત. તેણે યાદ અપાવ્યું એટલે હું તે ત્રણ રન્સને લઈને વધારે સાવચેત થઈ ગયો અને થિસારા પરેરાના બૉલ પર એક ખરાબ શૉટ રમીને આઉટ થઈ ગયો. ગંભીરનું કહેવું છે કે ધોનીની સલાહને કારણે મારું ધ્યાન ભંગ થઈ ગયું અને મેં મારી વિકેટ ખોઈ દીધી. ત્યાં ગંભીરના આઉટ થયા બાદ ધોની સતત બેટિંગ કરતો રહ્યો અને છગ્ગા લગાડીને ટીમને જીત અપાવી.

આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

આજે પણ આ સવાલથી છું પરેશાન
ગંભીરે કહ્યું કે જ્યાર સુધી હું 97 રન્સ પર હતો હું વર્તમાનમાં હતો, પણ જેવું મેં વિચાર્યું કે હું સો રન્સ પૂરા કરવાથી ત્રણ રન્સ દૂર છું મેં તેને મેળવવાની ઇચ્છામાં મારું ધ્યાન ભટકાયું અને મેં મારી વિકેટ ખોઇ દીધી. તેથી જરૂરી છે કે તમે વર્તમાનમાં રહો. જ્યારે હું આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમમાં ગયો તો મેં મને પોતાને કહ્યું કે આ ત્રણ રન્સ મને આખું જીવન હેરાન કરશે અને આ હકીકત છે. આજે પણ મને લોકો પૂછે છે કે તમે ત્રણ રન્સ પૂરા કેમ ન કરી શક્યા?

cricket news gautam gambhir sports news sports