પંત તૈયાર ન થાય ત્યા સુધી ધોનીનું ટીમમાં રહેવું જરૂરી: ચીફ સિલેક્ટર

23 July, 2019 12:48 PM IST  |  નવી દિલ્હી

પંત તૈયાર ન થાય ત્યા સુધી ધોનીનું ટીમમાં રહેવું જરૂરી: ચીફ સિલેક્ટર

એમએસકે પ્રસાદ

વર્લ્ડ કપમાં ધીમી બૅટિંગને કારણે આલોચકોનો શિકાર બનેલા મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટ માટે વિવિધ વાતો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. રવિવારે યોજાયેલી એક પ્રેસ-કૉન્ફરન્સમાં ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ધોનીની નિવૃત્તિ વિશે મહત્ત્વની વાત કહેતાં તેને ટીમમાં થોડા સમય સુધી રહેવાની વાત કહી હતી.

વાસ્તવમાં ટીમ ઇન્ડિયા પાસે હાલમાં મહેન્દ્ર સિંહ ધોની સિવાય કોઈ તૈયાર વિકેટકીપર નથી. આ વાત જણાવતાં પ્રસાદે કહ્યું કે ‘ધોનીને પોતાનો રોલ અને પૉઝિશન ખબર છે. તે કોઈ પણ વિવાદમાં જવાબ નથી આપતો અને હું ધારું છું ત્યાં સુધી તમે બધા તે માણસ અને તેના ઍથિક્સને ઓ‍ળખતા હશો. ટીમ મૅનેજમેન્ટ હાલમાં રિષભ પંતને વિકેટકીપર તરીકે તૈયાર કરી રહી છે અને જ્યાં સુધી પંત તૈયાર થઈ જાય ત્યાં સુધી બૅકઅપમાં ધોનીને રાખવાનો વિચાર છે.

પંત ઈજાગ્રસ્ત થાય તો ટીમ પાસે તેના રિપ્લેસમેન્ટમાં કોઈ નથી. સાચું કહું તો બધાં નામ એક બાજુએ મૂકું તો પણ એ બધાં ધોનીના અડધા ભાગ જેટલા પણ નહીં થાય. હા, એ વાતમાં કોઈ શક નથી કે પંત ટીમનું ભવિષ્ય છે અને દરેક પ્રકારના ફૉર્મેટમાં તેને જોવામાં આવી રહ્યો છે, પણ જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે તૈયાર ન થઈ જાય ત્યાં સુધી ટીમને ધોનીની જરૂરત રહેવાની જ.’

આ પણ વાંચો : ધોનીની નિવૃતીને લઇને હર્ષા ભોગલેએ આપ્યું મહત્વનું નિવેદન

ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ બાદ વેસ્ટ ઇન્ડીઝ સાથે સિરીઝ રમશે જેના માટે ટીમની જાહેરાત પણ થઈ ચૂકી છે. બે મહિના પૅરા મિલિટરીને સેવા આપવાનો હોવાથી ધોની વેસ્ટ ઇન્ડીઝ ટૂર નહીં રમે.

Rishabh Pant cricket news ms dhoni