ઑસ્ટ્રેલિયામાં ન્યુ ઝીલૅન્ડનો વાઇટ વૉશ

07 January, 2020 02:20 PM IST  |  Sydney

ઑસ્ટ્રેલિયામાં ન્યુ ઝીલૅન્ડનો વાઇટ વૉશ

ન્યુ ઝીલૅન્ડનો વાઇટ વૉશ કર્યા બાદ સિરીઝની ટ્રોફી સાથે ટીમ ઑસ્ટ્રેલિયા.

ત્રીજી ટેસ્ટ મૅચમાં ન્યુ ઝીલૅન્ડને ૨૭૯ રને મહાત આપીને ઑસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટની સિરીઝને ૩-૦થી જીતી લીધી છે. મૅચની સેકન્ડ ઇનિંગ ઑસ્ટ્રેલિયાએ ૨૧૨ રને ડિક્લેર કરી હતી અને ૪૧૫ રનની લીડ બનાવી હતી. જોકે આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ન્યુ ઝીલૅન્ડની ટીમ સેકન્ડ ઇનિંગમાં માત્ર ૧૩૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઑસ્ટ્રેલિયા માટે બીજી ઇનિંગમાં ડેવિડ વૉર્નરે નૉટઆઉટ ૧૧૧ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ડબલ સેન્ચુરી મારનાર માર્નસ લબુશેન બીજી ઇનિંગમાં ૫૯ રન કરીને આઉટ થયો હતો. સિરીઝ દરમ્યાન તેના શાનદાર પર્ફોર્મન્સને લીધે તેને મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો.

મજબૂત બૅટિંગ લાઇનઅપ બાદ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં નૅથન લાયને તરખાટ મચાવ્યો હતો. તેણે બન્ને ઇનિંગ્સમાં પાંચ-પાંચ મળી કુલ ૧૦ વિકેટ લીધી હતી. લાયને પોતાની ટેસ્ટ-કરીઅરમાં ત્રીજી વાર ૧૦ વિકેટ લીધી છે.

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં ઑસ્ટ્રેલિયા ખૂબ ઝડપથી ઇન્ડિયાની નજીક આવી રહ્યું છે.

આ એક સારું સત્ર રહ્યું. એક ટીમ તરીકે અમે ઘણું સારું રમ્યા અને સારી વાત એ છે કે બધા સાથે મળીને રમ્યા. હું જે પ્રમાણે બૉલને ફટકારતો હતો અને અન્ય બૅટ્સમેનો પર્ફોર્મ કરતા હતા એ ખરેખર કાબિલ-એ-તારીફ હતું.
- માર્નસ લબુશેન

australia new zealand cricket news sports news sydney test cricket